Skip to main content

Posts

મૂવી રિવ્યુ : પરમાણુ, રાષ્ટ્રવાદ નવા ફ્લેવરમાં પીરસાયુ

મૂવી રિવ્યુ : પરમાણુ, રાષ્ટ્રવાદ નવા ફ્લેવરમાં  કલાકાર :જોન અબ્રાહમ , ડાયના પેન્ટી , બોમન ઈરાની ,અનુજા સાઠે  ફિલ્મ દિગ્દર્શક : અભિષેક  રેટિંગ  : 3.5/5  જોહન અબ્રાહમની ફિલ્મ પરમાણુ : ધ સ્ટોરી ઓફ પોખરણ                કોર્ટ  કેસને કારણે શરૂઆતથી જ વિવાદોમાં રહી છે અને નિર્માતા  તરીકે જોન અબ્રાહમની   મુશ્કેલીઓ પણ વધી હતી.  આજકાલ ફિલ્મો જેવી આવી રહી છે, દાખલા તરીકે ''બેબી , ''બજરંગી ભાઈજાન'',''ટાઈગર 'અભી ઝીન્દા હે'',''એરલીફ્ટ'',  ''રાઝી''  કે, હવે પરમાણુ આજ કાલ  રાષ્ટ્રવાદને અને દેશ દાઝની  ભાવનાને અલગ અલગ પેટર્ન , કલેવર અને નવા યુનિર્ફોર્મ  દ્વારા સજ્જ  સ્ક્રીપ્ટના માધ્યમથી પીરસવામાં આવી રહ્યો છે  અને દર્શકો રિસ્પોન્સ પણ આપી રહ્યા છે. યુદ્ધભૂમિ, સરહદો  અને રાષ્ટ્રવાદને જેવા વિષયોવાળી ફિલ્મોનું ચલણ વધ્યું છે  અને વૈવિધ્યવાળી ઓફબીટ સબ્જ્કેટ  સ્ક્રીપ્ટ પણ  બૉલીવુડમાં આવી રહી છે અને દર્શકો સ્વીકારી રહ્યા છે.  ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર    આધુનિક હિંદુસ્તાનના  ઇતિહાસન
Recent posts

ફિલ્મ રિવ્યુ : રાઝી જોઈને ક્રિટીક્સ થઈ ગયા રાજી રાજી

ફિલ્મ રિવ્યુ  :  રાઝી  સિક્રેટ એજન્ટ સહેમત   ઓડિયન્સને રાજી કરવામાં સફળ  ફિલ્મ દિગ્દર્શક: મેઘના ગુલઝાર   નિર્માતા : અપૂર્વ મહેતા, કરણ જોહર  નિર્માણ :  ધર્મા પ્રોડકશન  ફિલ્મ કલાકારો : આલિયા ભટ્ટ , વિક્કી કૌશલ, રજીત કપૂર, જયદીપ અહલાવત, અમૃતા ખાનવિલકર, સોની રાઝદાન  રેટિંગ 4 / 5  ગીતકાર અને પટકથા કાર, સંવાદ લેખક અને ફિલ્મ દિગ્દર્શક ગુલઝાર સાહેબની દીકરી  મેઘના પણ સફળ ફિલ્મ દિગ્દર્શક બનવાના પ્રયત્ન તો કરી છે, અગાઉ મેઘનાએ  ''ફિલહાલ'' અને ''તલવાર'' જેવી ફિલ્મો બનાવી છે. આરૂષિ તલવાર મર્ડર મિસ્ટ્રી  આધારિત ફિલ્મ ''તલવાર''ને સમીક્ષકોએ વખાણી હતી.  હરિન્દર સિક્કાની નોવેલ 'કોલિંગ સહેમત'' ને ફિલ્મ માધ્યમ  રૂપે અપૂર્વ મહેતા અને કરણ જોહર ને  મેઘના ગુલઝાર લઈ આવ્યા છે, હવે એક નજર ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર.                       ફિલ્મનો સ્ટોરી પ્લોટ  ફિલ્મની પટકથા 70ના દાયકાના કશ્મીરની છે,  જયારે સોશ્યલ મીડિયા કે 4 જી ટેકનૉલોજિનું  અસ્તિત્વ પણ નહોતું. પૂર્વ પાકિસ્તાન(બાંગલાદેશ)માં  બળવા

ફિલ્મ રિવ્યુ : 102 નોટ આઉટ , બધાને જોવી ગમશે.

26 વર્ષ બાદ લંબુજી -ઠિંગુજી  કેમેસ્ટ્રીનો ઈમોશનલ  તડકો  ફિલ્મ દિગ્દર્શક : ઉમેશ શુક્લ  પટકથા લેખક : સૌમ્ય જોશી  કલાકારો : રિશી કપૂર , અમિતાભ બચ્ચન ,  જીમીત ત્રિવેદી  સંગીત : સલિમ સુલેમાન  રેટિંગ : 4.5/5  26 વર્ષ બાદ , શું થાય જયારે બે દિગ્ગજ કલાકારો વર્ષો બાદ સ્ક્રીન ઉપર એક સાથે દેખાય, બડુમ્બા થાય અરે બોસ "બડુમ્બા" એટ્લે અભિનયની ''સુપર એનર્જી '' બીજું શું. ''102 નોટ આઉટ'' દર્શકોને જોતાં જોતાં લાગશે કે ખરેખર બડે મિયાં છોટે મિયાં અભિનયમાં બધા ના જ બાપ છે. અમિતજીને જોઈ એવું લાગશે કે રવિ ચોપરાની ''બાગબાન'' ફિલ્મ જેમણે જોઈ હશે  એમને લાગશે કે " બાગબાન 'પૂરી થઈ અને જાણે આપણે સ્વ. રવિ ચોપરાનું હ્યુમર નવું વર્ઝન જોઈ રહ્યા છે. તફાવત બસ એટલો છે કે,  બાબુલાલ વખારિયા (રિશી કપૂર )અને દત્તાત્રય વખારિયા ( અમિતાભ બચ્ચન ) હસતાં અને   હસાવતા  ગંભીર પીડા અને વ્યથાને સેન્ટીમેંટલ ઢબે હ્યુમર ના પંચ સાથે રજૂ કરી છે અને મસાલા જોનરના ચક્કરમાં ઘણી ફિલ્મો બને છે બોક્સ ઓફિસ કલેક્શન માટે. આ ફિલ્મ બોક્સ ઉપર કમ

ફિલ્મ રિવ્યુ : દાસદેવ

ફિલ્મ રિવ્યુ  ફિલ્મ : દાસદેવ  ફિલ્મ દિગ્દર્શક : સુધીર મિશ્રા  ફિલ્મ કલાકાર : દિલિપ તાહિલ,  સૌરભ શુક્લા , રિચા ચડ્ઢા, અદિતિ રાવ હૈદરી  રાહુલ ભટ્ટ  સર્ટિફિકેટ : યુ / એ  રેટિંગ : 2.5 / 5  પટકથા, ભૂમિકા અને કોન્સેપ્ટ સારો  હોવા છતાં ક્યાં ગોથું ખાઈ ગયો દાસદેવ ? ફિલ્મ દાસદેવના દ્રશ્યમાં રાહુલ ભટ્ટ, રિચા ચડ્ડા, અદિતિ રાવ હૈદરી  વિલિયમ શેક્સપિયર ના કિરદારો અને શરતચંદ્રના કિરદારોને ને ભેગા  કરી ફિલ્મ દિગ્દર્શક સુધીર મિશ્રા ''દાસદેવ'' બનાવવા તો  ગયા પણ વાનગીનો વઘાર દર્શકોને કે સમીક્ષકોને પસંદ પડ્યો નહીં.  અગાઉ શરતચંદ્રના નોવેલ આધારિત ફિલ્મ  ''દેવદાસ'' માં દિલિપ કુમાર , સૂચિત્રા સેનવાળી ફિલ્લ્મ કે   ગુજ્જુભાઇ ભણસાલીની ''દેવદાસ'' માં માધુરી-શાહરુખ-એશ્વર્યાએ  અભિનય આપ્યો હતો અને પ્રવાહથી ઉલ્ટી ફિલ્મ ટ્રીટમેન્ટ આપતા અનુરાગ કશ્યપે ''દેવ ડી'' બનાવી અભય-કલ્કિને  નવા અંદાજમાં લાવ્યા અને હવે ''ઇસ રાત કી સુબહ નહીં'' અને '' ચમેલી'' જેવી ફિલ્મો બાદ સુ

રિવ્યુ ''નાનું કી જાનું''

 રિવ્યુ  :  ''નાનું કી જાનું'' નાનું કી જાનું થી બિલકુલ ડર લાગતો નથી  પણ નાનું બહુ બોર કરે છે.  ફરાઝ હૈદરની ફિલ્મમાં નથી હોરર નથી હ્યુમર  દિગ્દર્શક: ફરાઝ હૈદર  સ્ટાર કાસ્ટ :  અભય દેઓલ, પત્રેલેખા પૉલ, રાજેશ શર્મા , મનું ઋષિ  રેટિંગ: 2 / 5  દિગ્દર્શક ફરાઝ હૈદરે ''વોર છોડ ના યાર'' ફિલ્મ વર્ષ 2013માં બનાવી હતી, જેને મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો, ત્યાર બાદ હવે અભય દેઓલ સાથે હોરર કોમેડી ''નાનું કી જાનું'' લઈને આવ્યા છે. ફિલ્મમાં અભિનેત્રી પત્રલેખા પૉલે ચૂડેલની ભૂમિકા ભજવી છે.  ફિલ્મનો સ્ટોરી પ્લોટ  ફિલ્મનો સ્ટોરી પ્લોટ દિલ્હીવાસી નાનું (અભય દેઓલ)થી શરૂ થાય છે. નાનુંનું કામ છે ગેર કાયદેસર કબજો જમાવી બેઠેલા ભાડુંઆત પાસેથી મકાન ખાલી કરાવવું અને નાનું પોતે પણ લોકોને ડરાવી અને ધમકાવીને ગેરકાયદેસર લોકોના મકાન પડાવતો હોય છે. નાનુંના આ બિઝનેસમાં એની ટોળકીના દોસ્ત પણ શામેલ હોય છે , નાટ્યાત્મક વળાંક ત્યારે આવે છે જયારે નાનું રોડ ઉપર કાર લઈને જતો હોય છે ત્યારે એક અકસ્માત થાય છે અને સ્કૂટર ઉપર નીકળેલ યુવતી રોડ ઉ

ફિલ્મ રિવ્યુ ઓક્ટોબર

ફિલ્મ: ઓક્ટોબર  ફિલ્મ દિગ્દર્શક: સૂજીત સરકાર  ફિલ્મ કલાકાર : વરુણ ધવન, બનીતા સંધુ, ગીતાંજલી રાવ  ફિલ્મ સંગીતકાર: શાંતનુ મોઈત્રા  રેટિંગ : 3 /5  ફિલ્મ ''ઓક્ટોબર'' એક દ્રશ્યમાં અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી બનીતા સંધુ                          ફિલ્મ મેકર શુજિત સરકારે અગાઉ  ''મદ્રાસ કેફે','વિકી ડોનર' અને 'પિન્ક'  ફિલ્મનુ દિગ્દર્શન કર્યું છે. સૂજીતની ફિલ્મની  ખાસિયત એ છે કે નાનકડી સિમ્પલ સ્ટોરીને  ટ્રીટમેંન્ટ થોડી અલગ પ્રકારની આપે છે.  શુજિતે બાપ દીકરીના ખાટા મીઠા સંબધો  આધારિત ફિલ્મ ''પીકું'' બનાવી હતી. ''જુડવા 2 '' અને ''બદલાપૂર'' જેવી ફિલ્મો    બનાવ્યા બાદ વરુણ પ્રથમ વાર હટકે  કિરદારમાં જોવા મળી રહ્યો છે.  'A story about love', આ ચાર શબ્દો શુજિત  સરકારની ફિલ્મના પ્લોટને વર્ણવે છે,  આ ફિલ્મ ટીપીકલ બૉલીવુડ રોમેન્ટીક ફિલ્મ જેવી નથી જેમાં  તમને શિફોનની સાડી પહેરેલ અદાકારા  અને આલ્પસના બરફછાદિત  શિખરોમાં

'ઇંસિડિયસ' ચેપ્ટર 3 : ડર કે આગે જીત હે

ફિલ્મ : 'ઇંસિડિયસ' ચેપ્ટર 3   હિન્દી ડબ  રેટિંગ : 2.5/5  કલાકાર : ડરમોટ મલરોની, સ્ટીફની સ્કોટ અને લીન શોય  દિગ્દર્શક : લી વ્હનાલ  જોનર : હોરર ફિલ્મ  ભાષા : અંગ્રેજી   હિન્દી અને તમિળ,તેલુગુ અન્ય ભાષામાં ફિલ્મ ડબ કરવામાં આવી છે.  ઇંસિડિયસ' સીરિઝની આ ત્રીજી ફિલ્મ છે અને આ પહેલા આવેલ પ્રથમ બે ભાગને હોરર ફિલ્મો જોનારા અને પસંદ કરનારા  પ્રેમીઓએ ઘણું પસંદ કરી હતી. ઇંસિડિયસ ભાગ 1 અને 2 અને સો સીરિઝ લખનારા લી વ્હનાલની દિગ્દર્શક તરીકે આ  પ્રથમ ફિલ્મ છે  અને  ફિલ્મમાં મૌન અને ભયના ઉપયોગ દ્વારા દર્શકોને જકડી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  ફિલ્મમાં ડરામણી સિકવન્સ દર્શકોને ડરાવવા માટે બનાવવામાં આવી છે. તમને અમુક ડરામણી સિકવન્સ જોઈ ટીપીકલ  રામસે બ્રધર્સની હોરર ફિલ્મની સિકવન્સ કે વિક્રમ ભટ્ટની દેસી હોરર ફિલ્મો યાદ આવી જશે. ફિલ્મને હિન્દી અને તમિળ  તેલુગુ પ્રાદેશિક ભાષાઑમાં ડબ કરવામાં આવી છે. આ સપ્તાહમાં મોટી ફિલ્મની રીલીઝ ના હોવાને લીધે સીધો ફાયદો  હોલીવુડ હોરર ફિલ્મ '' ઇંસિડિયસ' ચેપ્ટર 3'' ને મળવાની શક્યતા દેખાઈ રહી છે.  ફિલ