Skip to main content

'ઇંસિડિયસ' ચેપ્ટર 3 : ડર કે આગે જીત હે

ફિલ્મ : 'ઇંસિડિયસ' ચેપ્ટર 3
  હિન્દી ડબ 
રેટિંગ : 2.5/5 
કલાકાર : ડરમોટ મલરોની, સ્ટીફની સ્કોટ અને લીન શોય 
દિગ્દર્શક : લી વ્હનાલ 
જોનર : હોરર ફિલ્મ 
ભાષા : અંગ્રેજી 




હિન્દી અને તમિળ,તેલુગુ અન્ય ભાષામાં ફિલ્મ ડબ કરવામાં આવી છે. 


ઇંસિડિયસ' સીરિઝની આ ત્રીજી ફિલ્મ છે અને આ પહેલા આવેલ પ્રથમ બે ભાગને હોરર ફિલ્મો જોનારા અને પસંદ કરનારા પ્રેમીઓએ ઘણું પસંદ કરી હતી. ઇંસિડિયસ ભાગ 1 અને 2 અને સો સીરિઝ લખનારા લી વ્હનાલની દિગ્દર્શક તરીકે આ પ્રથમ ફિલ્મ છે  અને  ફિલ્મમાં મૌન અને ભયના ઉપયોગ દ્વારા દર્શકોને જકડી રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ડરામણી સિકવન્સ દર્શકોને ડરાવવા માટે બનાવવામાં આવી છે. તમને અમુક ડરામણી સિકવન્સ જોઈ ટીપીકલ રામસે બ્રધર્સની હોરર ફિલ્મની સિકવન્સ કે વિક્રમ ભટ્ટની દેસી હોરર ફિલ્મો યાદ આવી જશે. ફિલ્મને હિન્દી અને તમિળ 
તેલુગુ પ્રાદેશિક ભાષાઑમાં ડબ કરવામાં આવી છે. આ સપ્તાહમાં મોટી ફિલ્મની રીલીઝ ના હોવાને લીધે સીધો ફાયદો હોલીવુડ હોરર ફિલ્મ '' ઇંસિડિયસ' ચેપ્ટર 3'' ને મળવાની શક્યતા દેખાઈ રહી છે. 

ફિલ્મનો સ્ટોરી પ્લોટ 
અગાઉની 2 ફિલ્મની પ્રિકવલ છે એટ્લે છેલ્લા ભાગથી ફિલ્મની શરૂઆત થાય છે. ફિલ્મની કથા એપાર્ટમેંટથી આગળ વધે છે જ્યાં સ્ટેફની સ્કોટ અને તેના પિતા ડરમોટ મલરોની સાથે રહે છે. સ્ટેફની એની મૃત માતા સાથે સંપર્ક સાધવાની કોશિશ કરે છે. અહી પટકથામાં ટ્વિસ્ટ આવે છે, એટ્લે માતા સાથે સંપર્ક સાધવાને બદલે દુષ્ટ આત્મા સાથે સંપર્ક થઈ જાય છે. આ દુષ્ટ આત્મા સાથે સંપર્ક સધાતા દુષ્ટ આત્મા સ્ટીફનીના રૂમમાં પ્રવેશ કરે છે. દુષ્ટ આત્મા સ્ટેફનીને 
પરેશાન કરવાનું શરૂ કરી દે છે અને સ્ટેફનીને ઇજા પણ પહોચાડે છે. સ્ટેફની દુષ્ટ આત્મા દ્વારા હેરાન અને પરેશાન સ્ટેફનીને લીન શે કી દ્વારા મદદ મળે છે. લીન શે કી બીજી દુનિયાની દુનિયાના વ્યક્તિઓ સાથે એટ્લે આત્માઓ સાથે સંપર્ક સાધવાનું કામ કરે છે. સ્ટેફની અને તેના પિતાને દુષ્ટ આત્માના સંકજામાથી છોડાવાનું કામ શરૂ કરે છે. લીન શે કી એના કામમાં સફળ થશે કે નહીં?  વૃદ્ધ લીન શેય ફિલ્મના પહેલા ભાગથી જ દુષ્ટ આત્માઓ 
સાથે યુદ્ધ કરતી આવી છે. ફિલ્મમાં લીનનો અભિનય તમને ફિલ્મ જોવા પ્રેરિત કરશે. ફિલ્મમાં સંદેશ પાઠવવામાં આવ્યો છે કે તમારી પાસે મજબૂત સંકલ્પ અને મનોબળ હશે તો તમે ભલભલા દુષ્ટ આત્મા કે શક્તિઓને પરાસ્ત કરવામાં સક્ષમ છો.  સ્ટેફની અને એના પિતા દુષ્ટ આત્માના સંકજામાથી બહાર આવશે કે નહીં એ જોવા માટે તમારે ફિલ્મ જોવા જાવું પડશે. 

ફિલ્મના પ્લસ પોઈન્ટ 

ફિલ્મમાં પરિવારનો પ્રેમ 
ગમે એવા વાવાઝૉડામાથી 
ઉગારી શકે છે એવો સુંદર મેસેજ પાઠવવામાં 
દિગ્દર્શક સફળ રહ્યા છે.  
વિડીયો એડિટિંગ અને બેક ગ્રાઉન્ડ સ્કોર ઓકે છે. 
લીન નો અભિનય ગમશે. 
અન્ય કલાકારોએ ઠીક ઠાક કામ કર્યું છે. 


ફિલ્મના માઇનસ પોઈન્ટ 

ફિલ્મના અમુક બીહામણા દ્રશ્યો તમને 
પ્રભાવિત કરશે નહીં એવું લાગશે કે 
જાણે નાના બાળકોને ડરાવવા માટે દ્રશ્યો 
ઘડવામાં આવ્યા છે. 
અમુક સિકવન્સ દેસી રામસે બ્રધર્સની 
ફિલ્મો જેવી લાગશે. 

તમને હોરર ફિલ્મો જોવી ગમતી હોય તો તમને મજા પડશે અને લીનના ફેન હોવ તો ફિલ્મ એક વાર જોઈ શકાય એવી છે. 

Comments