સેન્સિટિવ + પ્રોગ્રેસિવ મેન = ''પેડમેન''
રેટિંગ : 3.5/5
ફિલ્મ દિગ્દર્શક : આર.બાલ્કી
ફિલ્મ નિર્માતા : ટ્વિંકલ ખન્ના , ગૌરી શિંદે
સંગીત કાર : અમિત ત્રિવેદી
ગીતકાર : કૌસર મુનીર
કલાકારો : અક્ષય કુમાર, રાધિકા આપ્ટે,
સોનમ કપૂર
![]() |
| ફિલ્મ ''પેડમેન'' ના એક દ્ર્શ્યમાં રાધિકા આપ્ટે અને ખેલાડી અક્ષય કુમાર |
તમિલનાડુના કોયુમતુર નજીક વર્ષ 1962માં જન્મેલ અરુણાચલમમુરૂગ્નંથમે
દારુણ ગરીબી અને બાળવયે એક અકસ્માતમાં પિતાને પણ ગુમાવ્યા હતા.
ફીના અભાવે સ્કૂલમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા હતા. અરુણાચલમને જયારે પોતાના જ પરિવારની મહિલાઑના માસિક ધર્મ વિશે અને માસિક ધર્મ ને લગતી સમસ્યા અંગે ખબર પડતાં એ ચિંતિત બન્યા હતા. માસિક ધર્મ દરમ્યાન આભડછેટ અને માસિક ધર્મમાં ગંદા અને અસ્વચ્છ કપડાંનો ઉપયોગ કરે છે. કોયુમતુર નજીક ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓ રૂ. 60 કે રૂ.80ની કિમતના મોંઘા સેનેટરી પેડ ખરીદવા સક્ષમ નથી હોતી. એમની પાસે સેનેટરી પેડ ખરીદવાના પૂરતા રૂપિયા ના હોવાને લીધે ગંદા વસ્ત્રોનો ઉપયોગ યોનિ માર્ગમાં કરતાં ગુપ્ત રોગ અને અનેક બીમારીઓમાં સપડાતી હોય છે. આ સમસ્યાથી ડિસ્ટર્બ થઈ અને વિચલિત થઈ 16 વર્ષ પહેલા સસ્તા દરે ગ્રામીણ મહિલાઓ માટે સેનેટરી પેડ બનાવવાનું બીડું ઉપાડે છે. 80-90ના દાયકામાં દૂરદર્શન કે આકાશવાણી ઉપર સેનેટરી પેડ ના વિજ્ઞાપન આવે કે સાંભળે લોકો ચેનલ બદલી કાઢતા હતા. ગ્રામીણ ભારતમાં તો સેનેટરી પેડ કે માસિક ધર્મ અંગે વાત કરવાને પણ પાપ માનવામાં આવે હતું ,એવા સમયે અરુણાચલમે સેનેટરી પેડ બનાવ્યા અને તામિલનાડુની હજારો મહિલાઓને સેનેટરી પેડ બનાવતા શીખવાડી રોજગારી આપી અને રૂ. 2ની કિમતે સેનેટરી પેડ આપ્યા હતા. અરુણાચલમ મુરૂગનાથમના જીવન આધારિત ફિલ્મ ''પેડમેન'' ના માધ્યમથી ફિલ્મ દિગ્દર્શક આર. બાલ્કી અને અક્ષય કુમારે મહિલાઓને પર્સનલ હાઇજિન પ્રત્યે મહિલાઑને જાગૃત કરવા દમદાર પગલું ભર્યું છે.
દેશમાં ફક્ત 12 ટકા મહિલાઓ જ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરે છે અન્યથા ગ્રામીણ મહિલાઓ રાખ અને માટીનો ઉપયોગ કરે છે.
ફિલ્મની પટકથા
મધ્ય પ્રદેશના નર્મદા કિનારે મહેશ્વર સ્થિર લુહારી કામ કરતાં લક્ષ્મીકાંત ચોહાન(અક્ષય કુમાર)ને લગ્ન બાદ ખબર પડે છે કે,માસિક ધર્મ દરમ્યાન એની પત્ની ગાયત્રી ( રાધિકા આપ્ટે)પ્રાઈવેટ પાર્ટમાં અસ્વચ્છ કપડાંનો ઉપયોગ કરે છે અને અછૂત મહિલા તરીકે 5 દિવસ ઘરની બહાર બાલ્કનીમાં સૂઈ રહે છે. જયારે મહેશ્વરના સ્થાનિક સરકારી તબીબ દ્વારા લક્ષ્મીને ખબર પડે છે કે, માસિક ધર્મ દરમ્યાન ગંદા વસ્ત્રો, માટી અને રાખ અને છાલ, પાંદડાનો ઉપયોગ કરવા બદલ મહિલાઓ ગુપ્ત રોગ, જીવલેણ બીમારીનો ભોગ બને છે અને અમુક મહિલાઓ જાગૃતના હોવાને કારણે નાનીવયે મૃત્યુ સુદ્ધાં પામે છે. લક્ષ્મીકાંત એના ફળદ્રુપ ભેજાને કામે લગાડી પેડ બનાવે છે પણ પેડ એની પત્ની ગાયત્રીના ઉપયોગમાં આવતું નથી. ગાયત્રી રૂ. 55ની કિમતના મોંઘા પેડ ખરીદવાની લક્ષ્મીકાંતને ના પાડે છે. લક્ષ્મીકાંતને પત્ની ગાયત્રી, માં અને 3 બહેનોનો તિરસ્કાર અને ગામ લોકોનો વિરોધ પણ સહન કરવો પડે છે. લક્ષ્મીકાંતને એના સાસરા પક્ષમાં સાળા અને સમાજ તરફથી પણ બહિષ્કૃત કરવામાં આવે છે અને વારંવાર ગામ લોકો અને પંચાયત તરફથી અપમાન સહન કરવા પડે છે. લક્ષ્મીકાંત હઠીલો વ્યક્તિ છે અને જીદ છોડતો નથી પરિવાર અને સમાજ લક્ષ્મીકાંતને છોડી દે છે પણ લક્ષ્મી એની જીદ છોડતો નથી . ફિલ્મમાં સોનમની એન્ટ્રી બાદ મજા આવે છે. લક્ષ્મીને એની જીદને પૂરી કરવામાં એનો સાથ આપે છે એમ.બી.એ સ્ટુડન્ટ અને દિલ્હીની તબલા વાદક પરી(સોનમ કપૂર ). પરિના સાથને કારણે દિલ્હી સ્થિત ઇનનોવેશન ફેસ્ટમાં લક્ષ્મીના કોન્સેપ્ટને પસંદ કરવામાં આવે છે અને સદીના મહાનાયક બિગ બીનાહસ્તે લક્ષ્મીને પુરસ્કાર મળે છે અને ત્યાર બાદ પદ્મશ્રી પુરસ્કાર લક્ષ્મીની ઝોળીમાં આવે છે અને છેલ્લે યુ.એન.ઑ સ્થિત લક્ષ્મી ભાષણ આપવા અમેરિકા સુધી પહોચે છે.
ફિલ્મના પ્લસ પોઈન્ટ
''ચીની કમ'', ''પા'' અને ''શમિતાભ'' અને ''કી એન્ડ કા'' અને ''પેડમેન'' જેવી લીગ થી હટકે ફિલ્મો બનાવવાર આર.બાલ્કીએ માસિક ધર્મ અને માસિક સ્ત્રાવને લગતા હાઇજિનના મુદ્દાને સ્ટ્રોંગ રીતે નરેટ કર્યું છે. બાલ્કીએ શાર્પ અને ટૂંકા સંવાદ અને કોમેડી સિકવન્સ દ્વારા મનોરંજન પણ પીરસ્યું છે. મહેશ્વર, રીવા અને માંડુંના સુંદર લોકેશન અને સિનેમેટ્રોગ્રાફી પણ અદભૂત છે. આર.બાલ્કીએ ફર્સ્ટ હાફ કરતાં બીજો ભાગ સુંદર બનાવ્યો છે. સેન્સિટિવ મુદ્દાને બાલ્કીએ પ્રોગ્રેસિવ સ્ક્રીપ્ટમાં કન્વર્ટ કર્યો છે. અક્ષયે ભૂમિકા ભજવવામાં જીવ રેડી દીધો હોય એવું લાગશે અને રાધિકાએ અત્યાર સુધી બોલ્ડ ભૂમિકા ભજવી છે પણ ગ્રામીણ મહિલાની ભૂમિકામાં જામી છે. સોનમની પાછલી ફિલ્મનો તુલનામાં એના અભિનયમાં નિખાર આવ્યો છે. ફિલ્મમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્ટ્રી પ્રભાવિત કરે છે. અમિત ત્રિવેદીના કંપોઝ કરેલ ગીતો જેવા કે ''આજ સે તેરી'', ''પેડમેન'' અને ''હૂબહું'' ગીતો રીલીઝ પહેલા જ હિટ થઈ ચૂક્યા છે. સેકન્ડ હાફની છેલ્લી 8 મિનિટ દર્શકોને બાંધીને રાખશે જ્યાં અમેરિકા સ્થિત અક્ષય ભાષણ આપી રહ્યો છે.
ફિલ્મના માઇનસ પોઈન્ટ
ફર્સ્ટ હાફ ખુબ જ લાંબો છે. ફિલ્મને ભાવનાત્મક બનાવી અને ઉપદેશનાત્મક બનાવવામાં આવી છે. સેનેટરી પેડ અંગે જાગૃતતા લાવવા માટે ફિલ્મની લંબાઈને ચ્યુંગમની જેમ ખેચવામાં આવી હોય એવું લાગશે. ફિલ્મના સંવાદ અમુક લાંબા છે એને ટુકા કરવાની જરૂર હતી. ક્યાક ફિલ્મ નહીં પણ ડોક્યુમેન્ટરી જોતાં હોઈએ એવું લાગશે.
ફિલ્મ કેમ જોવાય : પરિવાર સાથે માણવા જેવી ફિલ્મ છે અને અક્ષય અને રાધિકા અને સોનમના અભિનયને જોવા માટે ફિલ્મ જોવા જઈ શકાય એમ છે. સેન્સિટિવ અને પ્રોગ્રેસિવ મુદ્દા આધારિત ફિલ્મ જોવી ગમતી હોય તો ''પેડમેન'' અવશ્ય જોવા જઈ શકાય.
ફિલ્મનુ ટોટલ બજેટ 20 કરોડનું છે અને લગભગ 5 હજાર જેટલા થિયેટરમાં ફિલ્મ ''પેડમેન'' પ્રદર્શિત થશે. ફિલ્મ ''પેડમેન'' પાકિસ્તાન ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ તરફથી લીલી ઝંડી આપવામાં આવી નથી અને ફિલ્મ પાકિસ્તાનમાં રજૂ થઈ નથી.


Comments
Post a Comment