Skip to main content

ફિલ્મ રિવ્યુ "મુક્કેબાઝ" : નોકર શાહી અને ભીડમાં પોતાનો અવાજ શોધતા યૂથનો મુક્કો જોવો ગમશે.

ફિલ્મ રિવ્યુ "મુક્કેબાઝ"

"મુક્કેબાઝ" : નોકર શાહી અને ભીડમાં પોતાનો અવાજ શોધતા યૂથનો મુક્કો જોવો ગમશે. 

રેટિંગ : 3.5  / 5 


જોનર : એક્શન, રોમેન્સ 

કલાકાર : ઝૉયા હુસેન, વિનીત સિહ, સાધના સિહ, રવિ કિશન, જીમી શેરગિલ 

ફિલ્મ દિગ્દર્શક : અનુરાગ કશ્યપ 

ફિલ્મ નિર્માતા : આનંદ એલ રાય 





80-90 ના દાયકામાં જયારે સિનેમા હૉલમાં નવી ફિલ્મ રીલીઝ થાય એટ્લે દર્શકો હીરોના એક્શન કરતબ અને રોમેન્સની અદાઓ ઉપર ફીદા થઈ તાળી પાડે, ક્યાં સિટી વગાડે, ક્યાક નોટો હવામાં ઉછાળે. એમાય ફિલ્મ '' જો જીતા વહી સિકંદર'' આવી ત્યારે આમિર ખાન, આયેશા ઝૂલ્કા અભિનીત દર્શકોને ગમી ફિલ્મ ગઈ હતી કારણકે ફિલ્મમાં પ્રેમ અને પરિશ્રમ, પડકાર  દુશ્મનો ઉપર વિજય મેળવવામાં સફળ થાય છે. ફિલ્મ ''મુક્કેબાઝ'' જોઈ ત્યારે 80-90ના દાયકાની ફિલ્મ ''જો જીતા વહી સિકંદર'' ની યાદ આવી ગઈ, એમ તો ફિલ્મ ''મુક્કેબાઝ'' અને ''જો જીતા વહી સિકંદર'' બંને ફિલ્મનું ફ્લેવર સ્પોર્ટ્સ અને રોમેન્સ છે, પણ બંને 
ફીલ્મોના બેક ડ્રોપ અલગ અલગ છે અને ટ્રીટમેન્ટ અલગ છે. ફિલ્મ ''મુક્કેબાઝ''માં નોકર શાહી, જ્ઞાતિવાદ અને ઉત્તર પ્રદેશના બાહુબલી નેતાઓના વર્ચસ્વ, ગુંડાગીરી અને હાલમાં રમતવીરોની દુર્દશા, પ્રેમી હૈયાના ઇમોશન્સ  અંગે સુંદર ચિતાર આપવામાં આવ્યો છે. અનુરાગ કશ્યપ એટ્લે સેક્સ અને વાયોલન્સ અને આનંદ એલ રાય રોમેન્સ અને કોમેડી, દેસી ફ્લેવરવાળી પટકથા પીરસતા ફિલ્મ મેકર. હવે બંને અનુરાગ કશ્યપ  -આનંદ એલ રાય  ભેગા થાય તો ફિલ્મ ''મુક્કેબાઝ'' નામની વાનગી કેવી બને એ જોઈએ. ફિલ્મ ''મુક્કેબાઝ'' ના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર. 

ફિલ્મનો સ્ટોરી પ્લોટ 

યુવા રમતવીર શ્રવણ સિહ (વિનીત સિહ ) ભૂમિહાર રાજપૂત મિડલ ક્લાસ  પરિવારનો દીકરો છે જે બરેલીમાં માતા-પિતા અને નાનકડી બહેન સાથે રહે છે. શ્રવણ સિહ અભ્યાસમાં નબળો હતો અને સ્પોર્ટ્સમાં અવ્વલ અને શ્રવણને બોક્સિંગ સિવાય બીજું કાઇ આવડતું નથી. શ્રવણની મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ જાય છે, જયારે શ્રવણ એના કોચ અને બાહુબલી બ્રાહમણ  નેતા ભગવાન દાસ મિશ્રા (જીમી શેરગિલ)ની મૂક એટ્લે મૂંગી 
ભત્રીજી સુનયનાના પ્રેમમાં પડે છે. અહી બ્રાહમણ અને રાજપૂત જાતિવાદી સમીકરણની લડાઈ શરૂ થાય છે. શ્રવણ સારો બોક્સર છે અને ભગવાન દાસના ઘરમાં નોકર તરીકેનું કામ કરવાની ના પાડે છે અને ભગવાન દાસને મુક્કો મારી પછાડે છે, ત્યાંથી ભગવાન દાસ શ્રવણને બોક્સિંગ રિંગ અને નેશનલ લેવલ ઉપર શ્રવણ 

બોક્સિંગનું સારું પ્રદર્શન ના કરી શકે એવા તમામ પ્રયત્ન કરે છે. ભગવાન દાસના સામ, દામ અને દંડ ભેદ સામે પણ બોક્સર શ્રવણ સિહ સફળ થાય છે. ભગવાન દાસની નફરત અને હિંસા સામે બાથ ભીડી શ્રવણ સિહ રેલ્વે ડિપાર્ટમેંટમાં કારકુનની નોકરી મેળવવામાં સફળ તો રહે છે, અહી પણ રેલ્વે ડિપાર્ટમેંટમાં શ્રવણને જ્ઞાતિવાદનું અને નોકરશાહીનું દૂષણ જોવા મળે છે.   યાદવ જ્ઞાતિના ઉપરી રેલ્વે  અધિકારી દ્વારા શ્રવણ પાસે પટાવાળાના કામ કરાવવામાં આવે છે.  અને ભગવાન દાસની ગુંડાગીરી સામે પણ પ્રેમિકા સુનયના (ઝૉયા હુસેન) સાથે લગ્ન કરે છે. સુનયનાના માતા-પિતા ભગવાન દાસની દાદાગીરી સામે ચૂપચાપ સહન કરતાં રહે છે પણ દીકરીની જીદ સામે નમતું જોખી શ્રવણ સાથે  લગ્ન કરાવે છે અને ભગવાન દાસ મિશ્રાની કોપ ભાઈ-ભાભી અને ભત્રીજી સુનયના ઉપર ઉતરે છે. પ્રથમ ભગવાન દાસ એક કેસમાં ફસાવી સુનયનાના પિતાને નોકરી ઉપરથી કઢાવે છે અને ત્યાર બાદ સુનયના અને એના માતા-પિતાને એક ઘરમાં પૂરી અત્યાચાર આચરે છે. ભગવાન દાસ સુનયનાના પિતાના પગ કાપી નાખે છે અને સુનયના અને એની માતા (સાધના સિહ) ઉપર અત્યાચાર આચરે છે. સુનયના પાસે બળજબરીપૂર્વક ડિવોર્સના પેપર ઉપર સાઇન કરાવી લેવામાં આવે છે. ભગવાન દાસ અંગત ફાયદા માટે કાયસ્થ જ્ઞાતિના વ્યક્તિ સાથે સુનયનાને લગ્ન કરવા બળજબરી કરે છે. સુનયનાની બળજબરી પૂર્વક સગાઈ પણ કરાવે છે. અહી શ્રવણ સિહને એના હરીજન જ્ઞાતિના કોચ (રવિ કિશન) નો સપોર્ટ મળે છે અને શ્રવણ સિહ બોક્સિંગની પ્રેક્ટિસ શરૂ કરે છે. શ્રવણને બળ સાથે કળના ઉપયોગ દ્વારા અપહરણ કરાયેલ પત્નીને શોધવાની સલાહ આપવામાં આવે છે. બોક્સિંગ રિંગમાંથી ભાગી સાસુ -સસરા અને પત્નીને શોધી કાઢવામાં શ્રવણ સિહ સફળ તો થાય છે,  
પણ કાકા સસરા , કોચ અને નેતા ભગવાન દાસ મિશ્રાનો અહંમ ઘવાય છે અને બોક્સિંગમાથી શ્રવણ સિહ નિવૃત થઈ જાય છે. 



ફિલ્મના પ્લસ પોઈન્ટ 

અલાહાબાદ સંગમ, મેરઠ પોલીસ લાઇન અને બરેલીના મહોલ્લાના
 ઓરિજિનલ દ્રશ્યોનું સુંદર ફિલમાંકન કરવામાં આવ્યું છે. 
ફિલ્મમાં સંવાદ ટુકા અને સચોટ છે અને ગીત ''પેતરા'' સાંભળવું ગમશે. 
''નદીયા કે પાર'' સાધના સિહ ઝૉયાની માતાની ભૂમિકામાં જામી હતી. 
સાધના સિહના ભાગે દ્રશ્યો ઓછા છે પણ જામી રહી છે. 
ઝૉયા અને વિનીતની કેમેસ્ટ્રી જોવી ગમી. બંનેનો 
અભિનય પણ સહજ અને સુંદર છે. 
જીમી શેરગિલએ નેગેટિવ શેડને ન્યાય આપ્યો છે. 
ફિલ્મમાં ગીતોના મુખડા સારા લખ્યા છે , ''જેમકે તું ઇંગ્લિશ બિરયાની 
મે કંકરવાલી  તુવર દાલ''
નવાજ્હુદ્દીન સીદીકીનો ગીતમાં નાનકડો કેમિયો ગમ્યો. 

ફિલ્મના માઇનસ પોઈન્ટ 

ફિલ્મ ઈંટરવલ પહેલા સ્પીડમાં આગળ વધે છે 
ત્યાર બાદ ફિલ્મને બહુ લાંબી ખેચવામાં આવી છે 
એવું લાગશે. 
ફિલ્મના પહેલા ભાગમાં આનંદ એલ રાય ઇ સ્ટાઈલ રોમેન્સ અને હ્યુમર છે 
ત્યાર બાદ સેકન્ડ હાફમાં ફક્ત અને ફક્ત અનુરાગ કશ્યપ સ્ટાઈલ વાયોલેન્સ છે. 
ફિલ્મના પહેલા ભાગ જેટલો બીજો ભાગ પ્રભાવશાળી નથી. 
વળી ફિલ્મના એન્ડમાં હીરોને વિજેતા અને સફળ નાયક તરીકે પ્રસ્થાપિત 
કરવામાં આવ્યો હોત ભારતીય દર્શકોને વધુ પસંદ પડત. 

આનંદ . એલ. રાય અને અનુરાગ કશ્યપની ફિલ્મોના ફ્લેવર તમને ગમતા હોય તો ફિલ્મ એક વાર જોવા જઇ શકાય એમ છે. 

Comments