Skip to main content

ફિલ્મ રિવ્યુ : કાલાકાંડી : રંગૂન બાદ સૈફની કાલાકાંડી જોવી ગમશે.



 
સૈફની કાલાકાંડી કેવી  છે ?????

                                        



                  કલાકારો  :  સૈફ અલી ખાન, વિજય રાઝ, શોભિતા ધૂલિપાલા, કુનાલ રોય કપૂર દિપક ડોબરિયાલ 
             
ફિલ્મ મેકર  : અક્ષત વર્મા 

ફક્ત પુખ્ત વયના 18 દર્શકો માટે છે. 

જોનર : ડાર્ક (બ્લેક) કોમેડી 

રેટિંગ : 3/5 



વર્ષ 2011માં ફિલ્મ ''દિલ્લી બેલી'' જેવી વિવાદાસ્પદ ફિલ્મની પટકથા લખનાર અક્ષત વર્મા હવે પટકથા લેખન છોડી દિગ્દર્શનની કમાન સંભાળી છે. પત્રકાર અને પટકથા લેખક અક્ષત વર્માની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ ''કાલા કાંડી'' ગયે વર્ષે જ રીલીઝ થવાની હતી પણ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડની 75 કાતર બાદ ફરીથી ફિલ્મ આજે રૂપેરી પરદે રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મ ''કાલાકાંડી'' બ્લેક કોમેડી ફિલ્મ છે. એક જ રાતમાં  મુંબઈમાં સેક્સ, ફાઇટ એટ્લે ઢીશુંમ ઢીશુંમ અને શૂટિંગનો મજા લઈ શકાય એવી ''કાલાકાંડી''

 સ્ટોરી પ્લોટ 

અહી મુંબઈની નાઈટ લાઈફ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. 
ત્રણ અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ સફરે નીકળે છે 
અને ત્રણેયને એક કળી જોડે છે. એક ગર્લ ફ્રેન્ડ અને 
એનો બોયફ્રેંડ બંને અમેરિકા જવાની તૈયારી કરે છે. 
પ્રેમી ઝૂબીન (કુણાલ રોય કપૂર ) અને પ્રેમિકા 
તારા (શોભિતા ધૂલિપાલા) ને ડોક્ટરેટની 
પદવી મેળવવા અમેરિકા જવું છે પણ 
નસીબને કાઇ બીજું જ મંજૂર છે. 
તારા એટ્લે (શોભિતા ધૂલિપાલા)નો 
પ્રેમી ઝૂબિન તારા માટે બહુ પઝેસિવ છે. 
ઝૂબિન અને તારા અમેરિકા નીકળવા 
પહેલા એમની મિત્ર (શહેનાઝ ટ્રેઝરી) 
ના જન્મદિવસની પાર્ટીમાં શામેલ થાય છે, 
બર્થ ડે પાર્ટી ચાલી રહી હોય છે ત્યાં 
રંગમાં ભંગ પાડવા મુંબઈ પોલીસ 
પહોચે અને રેડ પાડે છે. 
આ દરમ્યાન બે લોકલ ગેંગસ્ટર 
રહેમત(વિજય રાઝ) અને વારિસ (દિપક ડોબરિયાલ) 
પોતાના ડોનને લૂટેલા રૂપિયા આપવાને બદલે રૂપિયા વહેચી અને 
ભાગવાના પ્લાન ઘડી રહ્યા છે. 
અહી ઓમલેટ (નીલ ભૂપાલમ) ની 
ભૂમિકા  ખૂબ જ  નાની  છે. 
ઓમલેટ ફિલ્મી રસિયો છે, જેને ફિલ્મ જોવાનો શોખ છે.
 ઓમલેટ ક્યાં આવ્યો અને ક્યાં ગાયબ થઈ ગયો 
એની ખબર પડી નહીં. અહી મહેનતકશ કર્મચારી રિલીન (સૈફ અલી ખાન ) છે,
 જેને પેટના કેન્સરનું નિદાન થાય છે અને રિલીન એક રાતમાં પોતાની
 સમગ્ર જિંદગીને માણવા માંગે છે. રિલીનને એના પિતરાઇ ભાઈના લગ્નમાં 
ખબર પડે છે કે એને કેન્સર છે. રિલીન મુંબઈમાં પોતાની એક 
રાત સારી રીતે માણવા માંગે છે જેને જિંદગીની ઉત્તેજક અને 
સાહસિક રાત બનાવવા માંગે છે જેમાં ડ્રગ્સ, રેવ પાર્ટી, 
કાર રેસ અને મુંબઈની નાનકડી ગલીઓ ને સેક્સના 
તડકા વચ્ચે આ કહાની પૂરી થાય છે. ફિલ્મના પહેલા ભાગમાં એવું લાગે છે કે,
 ''કાલાકાંડી'' માં સૈફ અલી ખાનનું એટલું મોટું ચરિત્ર છે જેટલું મોટું મુંબઈ શહેર છે.
 ફિલ્મની શરૂઆત શહેરની ભયાનક તસ્વીરો સાથે થાય છે જે ફિલ્મનો માહોલ
 સેટ કરે છે. ફિલ્મની શરૂઆતમાં જ ખબર પડી જાય છે કે મુખ્ય નાયકને 
કેન્સર છે અને ડોક્ટર નાયકને કહે છે કે લાસ્ટ સ્ટેજ કેન્સર છે જે સપના છે એને 
જલ્દી પૂરા કરી લે. થોડી ક્ષણ મુખ્ય નાયક એનું ફ્રસ્ટેશન કાઢી રહ્યો છે,
 એવું દેખાડવામાં આવશે. પેરેલલ સ્ટોરીના નાના નાના ભાગ
 વચ્ચે વચ્ચે જોવા મળશે. જેમકે મુંબઈ ની કાળી રાતમાં
 રહેમત અને વારિસ કાર ડ્રાઈવ કરી રહ્યા છે.  
દરેકની સ્ટોરી અલગ છે અને ફાસ્ટ છે અને 
નાની નાની માહિતીઓના ડોઝ સિકવન્સમાં 
મળી રહ્યા છે, તમને લાગશે કે તમને 
પટકથા સમજમાં આવી રહી છે.
 ત્યાં એક સ્ટોરી કપાશે 
અને બીજી સ્ટોરી શરૂ થઈ રહી છે. 
અક્ષત વર્માની સિગ્નેચર સ્ટાઈલ 
જોવા મળશે જ્યાં દર્શક સ્ટોરી 
પ્રિડીક્ટ નહીં કરી શકે. ફિલ્મ 
એક ગેમ જેવી છે જેવુ તમે 
ધ્યાન ચૂક્યા તમે આગળનો 
પ્લોટ મિસ કરશો. ફિલ્મમાં 
ઘણું બધુ છે જેનાથી તમે 
ક્લાઇમેક્સને જજ કરી શકશો. 
ત્રણેય કિરદારો એમના 
યોજનામાં સફળ થાય છે કે,
 નહીં એવા જોવા ફિલ્મ જોવા જાવું પડશે.  
         
ફિલ્મના   પ્લસ પોઈન્ટ 

ફિલ્મ માં સતત જોક આવશે જે તમને હળવા કરશે. 
નાના સંવાદો સાંભળવા ગમશે. 
 અહી તમને સૈફ, કુણાલ, શોભિતા અને દિપક ડોબરિયાલનું કામ 
ગમશે. ફિલ્મનો બેક ગ્રાઉંન્ડ સ્કોર ઓકે છે. 
સૈફના મોઢે હિન્દી ફિલ્મના સંવાદ સાંભળવા ગમશે અને 
સૈફનું ટ્રાન્સપ્રોસટીટ્યૂટ સાથે ભાગી જવું અમુક સીન પેટ પકડીને 
હસાવશે.. 


ફિલ્મના માઇનસ પોઈન્ટ 

અહી સ્ક્રીન પ્લેમાં ખામી ઘણી છે. 
ફિલ્મમાં નવા નવા કિરદારો શામેલ થાય છે 
ત્યાં ગૂંચવાડા ઊભા થયા છે. 
112 મિનિટની ફિલ્મમાં ફક્ત ને ફક્ત રાતના દ્રશ્ય છે
ફિલ્મને વધુ લાંબી ખેચવામાં આવી છે. 


બ્લેક કોમેડી જોવી ગમતી હોય તો ફિલ્મ જોવી ગમશે. 

Comments