ફિલ્મ: ઓક્ટોબર
ફિલ્મ દિગ્દર્શક: સૂજીત સરકાર
ફિલ્મ કલાકાર : વરુણ ધવન, બનીતા સંધુ, ગીતાંજલી રાવ
ફિલ્મ સંગીતકાર: શાંતનુ મોઈત્રા
રેટિંગ : 3 /5
![]() |
| ફિલ્મ ''ઓક્ટોબર'' એક દ્રશ્યમાં અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી બનીતા સંધુ |
ફિલ્મ મેકર શુજિત સરકારે અગાઉ
''મદ્રાસ કેફે','વિકી ડોનર' અને 'પિન્ક'
ફિલ્મનુ દિગ્દર્શન કર્યું છે. સૂજીતની ફિલ્મની
ખાસિયત એ છે કે નાનકડી સિમ્પલ સ્ટોરીને
ટ્રીટમેંન્ટ થોડી અલગ પ્રકારની આપે છે.
શુજિતે બાપ દીકરીના ખાટા મીઠા સંબધો
આધારિત ફિલ્મ ''પીકું'' બનાવી હતી.
''જુડવા 2 '' અને ''બદલાપૂર'' જેવી ફિલ્મો
બનાવ્યા બાદ વરુણ પ્રથમ વાર હટકે
કિરદારમાં જોવા મળી રહ્યો છે.
કિરદારમાં જોવા મળી રહ્યો છે.
'A story about love', આ ચાર શબ્દો શુજિત
સરકારની ફિલ્મના પ્લોટને વર્ણવે છે,
સરકારની ફિલ્મના પ્લોટને વર્ણવે છે,
આ ફિલ્મ ટીપીકલ બૉલીવુડ રોમેન્ટીક ફિલ્મ જેવી નથી જેમાં
તમને શિફોનની સાડી પહેરેલ અદાકારા અને આલ્પસના બરફછાદિત શિખરોમાં
શ્વેટર પહેરી નાચતો હીરો જોવા મળશે નહીં. અહી હીરો રોમેન્ટીક ગીતો ગાઈ હિરોઈનને
રીઝવી રહ્યો નથી , નથી અહી હિરોઈન હીરોને ઇમ્પ્રેસ કરવા કરતબ કરતી પણ જોવા મળતી
નથી. ફિલ્મમાં ડેન અને શિયુલિના પ્યોર લવને માણવા માટે શુજિત સરકાર તમને બીજી જ
દુનીયામાં લઈ જાય છે. ફિલ્મમાં નાનકડા ઓબ્જેકટ તરીકે ઓક્ટોબર મહિનામાં ઊગતા શિયુલિના
ફૂલોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પ્રેમ નથી છતાય પ્રેમ છે એવા પ્રેમની ગાથા કહી રહ્યું છે.
ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર
21 વર્ષનો ડેન (વરુણ ધવન) એટ્લે ડાનીશ વાલિયા ગભરુ ટીપીકલ પંજાબી મુંડા અને
દિલ્હીમાં હોટલ મેનેજમેંટની ટ્રેનીંગ એક સેવેન સ્ટાર હોટલમાં લઈ રહ્યો છે. ડેન
બહુ ચિડાયેલો રહે છે કારણકે એને એમ લાગે છે કે સારો એડમીન હેડ કે
સારો શેફ બની શકે છે પણ એને ટ્રેનીંગમાં ફક્ત ટોઇલેટ અને બાથરૂમ ક્લીનિંગનું જ
કામ સોપવામાં આવતા ડેન હતાશ રહે છે. ડેન બહુ ચિડાયેલો રહે છે અને આ તરફ
દક્ષિણ ભારતીય કન્યા શિયુલિ ઐયર (બનીતા સંધુ ) જે ડેનની જુનિયર છે પણ
પોતાનું કામ સારી રીતે કરે છે અને શાંત છે. બંનેને બને છે પણ એકબીજા સાથે
વાતો પણ ઓછી કરે છે. ફિલ્મમાં નાટકીય વણાક ત્યારે આવે છે જે જયારે મિત્રો સાથે
ન્યુ યરની પાર્ટી કરતી શિયુલિ ઐયર બિલ્ડીંગના ટેરેસ ઉપરથી અકસ્માત દ્વારા
પટકાઈને ગંભીર રીતે ઇજા પામી અને કોમાંમાં જતી રહે છે. ટેરેસ ઉપરથી ગબડતા
પહેલા શિયુલિ ઐયરના શબ્દો હોય છે ''ડેન કહા હે''? આ શબ્દો વિશે ડેનને ખબર
પડે છે અને ડેન કોમાંમાં સરી પડેલ શિયુલિ ઐયર તરફ ખેચાઈ રહ્યો છે અને
રોજ હોસ્પિટલમાં કોમાંમાં સરી પડેલ શિયુલિ ઐયરને જોવા જાય છે અને
હોટલમાં સતત રહેતી ગેર હાજરીને કારણે હોટલમાથી ડેનને સસ્પેન્ડ કરવામાં આવે છે.
શિયુલિ ઐયરની મા કોલેજમાં અધ્યાપિકા છે અને એના પિતાનું અવસાન થયું હોય છે
શિયુલિ ઐયરના નાના ભાઈ બહેન અને એની માતા એકબીજાનો સધિયારો હોય છે.
શિયુલિ ઐયર અને ડેન વચ્ચે પ્રેમ નહોતો તો યે મરણ પથારીએ પડેલ શિયુલિ ઐયર અને ડેન
વચ્ચે પ્રેમ વિનાનો પ્રેમ ગજબ ની આત્મીયતા સર્જાય છે અને શિયુલિ ઐયરને શિયુલિના ફૂલ
બહુ પસંદ હોય છે અને આઇ.સી.યુમાં શિયુલિના ફૂલ જે ઓક્ટોબર મહિનામાં આવે છે,
એ ડેન શિયુલિ ઐયર માટે લઇ આવે છે, શું શિયુલિ ઐયર કોમાંમાથી બહાર આવશે ?
શું જીવશે કે મરણ પામશે ? શું ડેન ફરી પાછો પોતાના કરિયર તરફ ધ્યાન આપશે ?
એ જોવા માટે તમારે ફિલ્મ જોવા જાવું પડશે.
ફિલ્મના પ્લસ પોઈન્ટ
દિગ્દર્શક સૂજીત દા પોતાનું કામ બારીકીથી કરે છે અને દરેક દ્રશ્યમાં પ્રાણ ફૂકવાની કોશિશ કરી છે,
''ઓકોટોબર'' ફિલ્મ નહીં કવિતા જેવી છે જે દર્શકોને પોતાની જીવની જેવી લાગે. ફિલ્મ મેકરે
પ્રેમના ઊંડાણને સમજાવવાની કોશિશ કરી છે. નાના નાના ચંક છે, જ્યાં જ્યાં ઉદાસી મળશે ત્યાં
ત્યાં નાના નાના રમૂજી સંવાદો દ્વારા મનોરંજન પણ મળશે.
બનીતા અને વરુણનો સશકત અભિનય તમને ફિલ્મ જોવા મજબૂર કરશે.
વરુણ અત્યાર સુધી લાઉડ , માચોમેન કેરેક્ટરમાં જોવા મળ્યો પણ
હાલના માસૂમ અને નાદાન એવા ડેનના કિરદારમાં જામ્યો. બનીતા સંધુ
ઘણી પ્રોમિસિંગ લાગે છે અને કિરદારની ડિમાન્ડને પગલે બનીતાને ભાગે વધુ સંવાદ આવ્યા નથી
પણ પોતાની બોલતી આંખોથી બનીતા ઘણું કહી જાય છે. શિયુલિનું માં ની ભૂમિકામાં
અભિનેત્રી ગીતાંજલી રાવનો અભિનય લાજવાબ છે.
વરુણ પ્રથમ વાર હટકે કિરદારમાં આવ્યો તોયે છવાઈ ગયો અને સારું પર્ફોર્મન્સ
આપ્યું છે. ફિલ્મમાં વિડીયો એડિટિંગ અને બેક ગ્રાઉંન્ડ સ્કોર ઓકે છે.
અવિક મુખોપાધ્યાયની સિનેમેટ્રોગ્રાફી પણ ગમશે, એક એક ફ્રેમ સુંદર રીતે દ્રશ્યોને કેદ કરે છે.
મનાલીના દ્રશ્યો પણ અદભૂત છે. ઉદાસી વાળું વાતાવરણ, ઢળતી સાંજ અને શિયુલિના ખરતા સફેદ
ફૂલોને અવિક મુખોપાધ્યાયે સુંદર રીતે કેમેરામાં કેદ કર્યા છે.
ફિલ્મના માઇનસ પોઈન્ટ
ફિલ્મ બહુ ધીમી છે અને સુસ્ત રીતે આગળ ધપે છે, એમાં
દર્શકોના ધેર્યની પરીક્ષા થાય છે. સૂજીતે દરેક કિરદારને સમજાવવામાં
એટલો બધો સમય લઈ લીધો છે કે ફિલ્મની લંબાઈ બહુ વધી ગઈ છે.
ઓડિયન્સને ફિલ્મની લંબાઈ ખપી નહીં.
ઓપરેશન થિયેટરના દ્રશ્યો દેખાડવા જરૂરી નહોતા.
વળી ડેન અને શિયુલિના સંબધો વચ્ચે ઓડિયન્સને નહીં સમજાય એવી
બાબતો સ્ક્રીપ્ટની ખામી દર્શાવે છે. જુહી ચતુર્વેદીએ વરુણ ધવન ને
મનોરંજક સંવાદો આપ્યા છે પણ ફિલ્મના સ્ક્રીન પ્લેમાં મજા નથી આવતી.
વળી કોમર્શિયલ સિનેમાના દર્શકોને સુસ્ત અને ધીમી ફિલ્મ પસંદ પડતી
નથી. અચાનક શિયુલિ પ્રત્યે ડેનનો અનહદ લગાવ ઘણા સવાલ છોડી જાય છે.
ફિલ્મમાં રોમેન્સ નથી ફકત માનવીય સંવેદના છે, એટ્લે જો તમે વરુણ
ધવનના ફેન છો તો ફિલ્મ એક વાર જોવા જઇ શકાય.
વરુણ ધવનના અભિનયને માણવા જ ફિલ્મ એક વાર જોઈ શકાય એમ છે

Film not good?
ReplyDelete