Skip to main content

રિવ્યુ ''નાનું કી જાનું''

 રિવ્યુ  :  ''નાનું કી જાનું''

નાનું કી જાનું થી બિલકુલ ડર લાગતો નથી 
પણ નાનું બહુ બોર કરે છે. 

ફરાઝ હૈદરની ફિલ્મમાં નથી હોરર નથી હ્યુમર 


દિગ્દર્શક: ફરાઝ હૈદર 

સ્ટાર કાસ્ટ :  અભય દેઓલ, પત્રેલેખા પૉલ, રાજેશ શર્મા , મનું ઋષિ 

રેટિંગ: 2 / 5 




દિગ્દર્શક ફરાઝ હૈદરે ''વોર છોડ ના યાર'' ફિલ્મ વર્ષ 2013માં બનાવી હતી, જેને મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો, ત્યાર બાદ હવે અભય દેઓલ સાથે હોરર કોમેડી ''નાનું કી જાનું'' લઈને આવ્યા છે. ફિલ્મમાં અભિનેત્રી પત્રલેખા પૉલે ચૂડેલની ભૂમિકા ભજવી છે. 


ફિલ્મનો સ્ટોરી પ્લોટ 

ફિલ્મનો સ્ટોરી પ્લોટ દિલ્હીવાસી નાનું (અભય દેઓલ)થી શરૂ થાય છે. નાનુંનું કામ છે ગેર કાયદેસર કબજો જમાવી બેઠેલા ભાડુંઆત પાસેથી મકાન ખાલી કરાવવું અને નાનું પોતે પણ લોકોને ડરાવી અને ધમકાવીને ગેરકાયદેસર લોકોના મકાન પડાવતો હોય છે. નાનુંના આ બિઝનેસમાં એની ટોળકીના દોસ્ત પણ શામેલ હોય છે , નાટ્યાત્મક વળાંક ત્યારે આવે છે જયારે નાનું રોડ ઉપર કાર લઈને જતો હોય છે ત્યારે એક અકસ્માત થાય છે અને સ્કૂટર ઉપર નીકળેલ યુવતી રોડ ઉપર લોહીલુહાણ પડી છે , નાનું ઇજા પામેલ યુવતીને હોસ્પિટલ લઈ જાય છે પણ ત્યાં સુધીમાં તો એ યુવતીએ દમ તોડી દીધો હોય છે. 
આ મૃત યુવતીનું નામ છે સિદ્ધિ (પત્રલેખા પોલ )મૃતક સિદ્ધિના પિતા એની દીકરીના મૃત્યુનો આઘાત પચાવી શકતા નથી અને દીકરીના અગ્નિદાહ ને બદલે પોતાની જ આઈસ ફેક્ટરીમાં દીકરીના શવને બરફની લાદી વચ્ચે રાખે છે એ આશાએ કે દીકરી પાછી જીવતી થશે. આ તરફ ધાખડ દિલ્હીના લોંડા એવા નાનુંનું વર્તન અચાનક બદલાઈ જાય છે 
અને નાનું શેરમાથી બિલ્લી બની જાય છે. નાનુ જે ફ્લેટમાં રહે છે ત્યાં એના રૂમ અને કિચનમાં 
ભેદી ગતિવિધિઓ જોઈ નાનું ડરી જાય છે અને નાનુંને ખબર પડે છે કે , એના ઘરમાં ચૂડેલનો 
વાસ છે , ચૂડેલ ને ભગાડવા નાનું અનેક તરકીબો અપનાવે છે અને ટ્વિસ્ટ ત્યારે આવે છે જયારે ચૂડેલ સાથે એકલા હાથે બાથ ભીડતા નાનુંના ઘરમાં એની મોંમ (હિમાની શિવપુરી ) ની એન્ટ્રી થાય છે, અનેક ટ્વિસ્ટ આવે છે અને ધમાં ચકડી શરૂ થાય છે. 

શું નાનુંના ઘરમાથી ચૂડેલ ભાગશે ખરી ?
શું ચૂડેલ નાનું સાથે લગ્ન કરવા માંગે છે ? 
શું ચૂડેલ પોતાના અધૂરા કામ નાનું પાસે કરાવવા માંગે છે ?
શું સિદ્ધિ જ ચૂડેલ છે ? એ જોવા માટે તમારે ફિલ્મ જોવા જાવું પડશે. 


ફિલ્મના પ્લસ પોઈન્ટ 

ફિલ્મમાં પત્રલેખા પૉલને ભાગે બહુ ઓછા દ્રશ્યો આવ્યા છે, પણ જેટલાય દ્રશ્યો 
આવ્યા છે એમાં એ જામી ગઈ છે. પત્રલેખાનો સહજ અભિનય ગમશે. 
મનું ઋષિનો કોમિક ટાઈમિંગ પણ જળવાયો છે. 
હિમાની શિવપુરીની ઈંટરવલ બાદ એન્ટ્રી થાય છે પણ 
હિમાનીએ એની નાનકડી ભૂમિકા સારી રીતે ભજવી છે, 
ફિલ્મમાં કનિકા લાલ પણ એક ગીતમાં દેખાઈ છે. 
સપના ચોધરીએ ''મેરી કમર હિલે તો હરિયાણા હિલે સે ''
દ્વારા મન લુભાવ્યું. 
બાકી બેક ગ્રાઉંન્ડ સ્કોર અને વિડીયો એડિટિંગ ઠીક હતું. 

ફિલ્મમાં સમ ખાવા પૂરતા ફક્ત ત્રણ ચાર દ્રશ્ય સારા છે જે તમને 
હસવા મજબૂર કરશે 

ફિલ્મના માઇનસ પોઈન્ટ 

ફિલ્મ હોરર કોમેડી છે પણ ન તો તમને હોરર ફિલ્મ જેવુ ફિલ 
થશે ના કોમેડી ફિલ્મ જેવુ ફિલ થશે. એક પછી એક ઘટનાઓ 
બને પણ આ ઘટનાઓ તમને દર્શક તરીકે જકડી રાખવામા 
નિષ્ફળ ગઈ છે. 

અભય દેઓલ હરિયાણી ભાયો બિલકુલ લાગતો નથી અને 
અર્બન બોય વધુ લાગી રહ્યો છે. અભયે અભિનયમાં વેઠ જ ઉતારી છે. 

અભય દેઓલના અભિનય કરતાં પત્રલેખાનો અભિનય સારો હતો. 

તમને ફિલ્મ જોઈ નથી હસું આવતું કે નથી ભય લાગતો,
કલાઇમેક્સ પણ બહુ બોરિંગ છે . અભયના અભિનયમાં પણ 
દમ લાગ્યો નહોતો. 

ફિલ્મની પટકથા , સ્ક્રીન પ્લે નબળા છે, સ્ક્રીન પ્લે અને વિડીયો 
એડિટિંગમાં પણ ઈંટરવલ બાદ કટ પ્રોપર કરવામાં આવ્યા નથી. 

અહી હોરર કોમેડી ફિલ્મનો કોન્સેપ્ટ બંધ બેસતો નથી કારણકે હ્યુમર અને હોરર 
બંને જ ગાયબ છે , ફક્ત તમે બોર જ થશો. સાઉથની ફિલ્મની એકદમ બેડોળ 
અડોપ્શન સમી  આ ફિલ્મ બની છે. 


ફિલ્મનુ બજેટ 12 કરોડની આસપાસ છે અને એક સપ્તાહના આંકડા બાદ 
જ ખબર પડશે કે ફિલ્મ ક્યાં સુધી પહોચશે 

પત્રલેખાના ફેન હોવ તો એક વાર ફિલ્મ જોવા જઇ શકાય. 

Comments

Popular posts from this blog

ફિલ્મ રિવ્યુ : કાલાકાંડી : રંગૂન બાદ સૈફની કાલાકાંડી જોવી ગમશે.

  સૈફની કાલાકાંડી કેવી  છે ?????                                                             કલાકારો  :  સૈફ અલી ખાન, વિજય રાઝ, શોભિતા ધૂલિપાલા, કુનાલ રોય કપૂર દિપક ડોબરિયાલ                ફિલ્મ મેકર  : અક્ષત વર્મા  ફક્ત પુખ્ત વયના 18 દર્શકો માટે છે.  જોનર : ડાર્ક (બ્લેક) કોમેડી  રેટિંગ : 3/5  વર્ષ 2011માં ફિલ્મ ''દિલ્લી બેલી'' જેવી વિવાદાસ્પદ ફિલ્મની પટકથા લખનાર અક્ષત વર્મા હવે પટકથા લેખન છોડી દિગ્દર્શનની કમાન સંભાળી છે. પત્રકાર અને પટકથા લેખક અક્ષત વર્માની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ ''કાલા કાંડી'' ગયે વર્ષે જ રીલીઝ થવાની હતી પણ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડની 75 કાતર બાદ ફરીથી ફિલ્મ આજે રૂપેરી પરદે રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મ ''કાલાકાંડી'' બ્લેક કોમેડી ફિલ્મ છે. એક જ રાતમાં  મુંબઈમાં સેક્સ, ફાઇટ એટ્લે ઢીશુંમ ઢીશુંમ અન...

ફિલ્મ રિવ્યુ : મિશન ''પેડ'' જોવું ગમશે

                                        સેન્સિટિવ + પ્રોગ્રેસિવ મેન  = ''પેડમેન''    રેટિંગ  : 3.5/5                        ફિલ્મ દિગ્દર્શક : આર.બાલ્કી               ફિલ્મ નિર્માતા : ટ્વિંકલ ખન્ના , ગૌરી શિંદે    સંગીત કાર : અમિત ત્રિવેદી  ગીતકાર : કૌસર મુનીર           કલાકારો : અક્ષય કુમાર, રાધિકા આપ્ટે,         સોનમ કપૂર   ફિલ્મ ''પેડમેન'' ના એક દ્ર્શ્યમાં રાધિકા આપ્ટે અને ખેલાડી અક્ષય કુમાર  તમિલનાડુના કોયુમતુર નજીક વર્ષ 1962 માં જન્મેલ અરુણાચલમમુરૂગ્નંથમે  દારુણ ગરીબી અને બાળવયે એક અકસ્માતમાં પિતાને પણ ગુમાવ્યા હતા.  ફીના અભાવે સ્કૂલમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા હતા. અરુણાચલમને જયારે પોતાના જ પરિવારની મહિલાઑના માસિક ધર્મ વિશે અને મ...