Skip to main content

ફિલ્મ રિવ્યુ : દાસદેવ

ફિલ્મ રિવ્યુ 

ફિલ્મ : દાસદેવ 

ફિલ્મ દિગ્દર્શક : સુધીર મિશ્રા 

ફિલ્મ કલાકાર : દિલિપ તાહિલ, 
સૌરભ શુક્લા , રિચા ચડ્ઢા, અદિતિ રાવ હૈદરી 
રાહુલ ભટ્ટ 

સર્ટિફિકેટ : યુ / એ 

રેટિંગ : 2.5 / 5 

પટકથા, ભૂમિકા અને કોન્સેપ્ટ સારો
 હોવા છતાં ક્યાં ગોથું ખાઈ ગયો દાસદેવ ?

ફિલ્મ દાસદેવના દ્રશ્યમાં રાહુલ ભટ્ટ, રિચા ચડ્ડા, અદિતિ રાવ હૈદરી 


વિલિયમ શેક્સપિયર ના કિરદારો અને શરતચંદ્રના કિરદારોને ને ભેગા 
કરી ફિલ્મ દિગ્દર્શક સુધીર મિશ્રા ''દાસદેવ'' બનાવવા તો 
ગયા પણ વાનગીનો વઘાર દર્શકોને કે સમીક્ષકોને પસંદ પડ્યો નહીં. 
અગાઉ શરતચંદ્રના નોવેલ આધારિત ફિલ્મ 
''દેવદાસ'' માં દિલિપ કુમાર , સૂચિત્રા સેનવાળી ફિલ્લ્મ કે 
 ગુજ્જુભાઇ ભણસાલીની ''દેવદાસ'' માં માધુરી-શાહરુખ-એશ્વર્યાએ 
અભિનય આપ્યો હતો અને પ્રવાહથી ઉલ્ટી ફિલ્મ ટ્રીટમેન્ટ
આપતા અનુરાગ કશ્યપે ''દેવ ડી'' બનાવી અભય-કલ્કિને 
નવા અંદાજમાં લાવ્યા અને હવે ''ઇસ રાત કી સુબહ નહીં''
અને '' ચમેલી'' જેવી ફિલ્મો બાદ સુધીર મિશ્રા વિલિયમ શેક્સપિયર 
અને શરતચંદ્રના કિરદારોથી પ્રેરણા લઈ રાજકારણ ઉપર વ્યંગ આધારિત 
મોર્ડન દેવદાસ લઈ આવ્યા છે. અમુક અંશો શેક્સપિયરની ''હેમલેટ''ના 
અંશ  લઈ ફિલ્મના સ્ટોરી પ્લોટમાં નાખવામાં આવ્યા છે. 
ઉત્તર પ્રદેશના પાવરના ભૂખ્યા દેવદાસ પાવરની દાસગીરી 
છોડી કઈ રીતે મદિરાનો દાસ બને છે 
એ સ્ટોરીનો મુખ્ય પ્લોટ છે. 

ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર 

દારૂના નશામાં 24 કલાક રહેનારા દેવ (રાહુલ ભટ્ટ )
ને સમજાવી ફોસલાવીને સીધા માર્ગે વાળવાના પ્રયાસ 
શરૂ કરી દેવામાં આવે છે, જેથી બીમાર કાકા અવધેશ (સૌરભ 
શુક્લા) બાદ રાજકારણમાં એમનો વારરસદાર વંશ એમની જગ્યા લઈ 
શકે. વળી આ અવધેશના દારૂડિયા ભાણિયાની બાળપણની પ્રેમિકા 
છે પારો (ઋચા ચડ્ઢાં ) એને વિનંતી કરે છે કે મહત્વના મુદ્દા 
ઉપર દેવ ધ્યાન આપે. આ તરફ દેવ કેટલીક એવી ભૂલો કરે છે 
એટ્લે પરિવાર રાજકીય કારકિર્દીમાં આગળ વધી શકતો નથી અને 
સત્તા અને પાવર ડૂબતાં દેખાઈ રહ્યા છે. કમનસીબે દેવના પરિવારની 
રાજકીય કારકિર્દી સૂર્યાસ્ત તરફ વળી રહી છે. આવા જ સમયે 
દારૂડિયા દેવની જિંદગીમાં ચાંદની (અદિતિ રાવ હૈદરી) ની એન્ટ્રી થાય છે. 
દારૂડિયાને દેવને ચાંદની સંભાળે તો છે, પણ ચાંદની રાજનેતિક 
લાભ પણ દેવ પાસે માંગવા માંડે છે. ચાંદની ને  ધીરે ધીરે દેવ તરફ 
પ્રેમમાં ગળાડૂબ થઈ રહી છે.  અહી હવે એક નવો જ ટ્વિસ્ટ  જોવા મળશે,
એટ્લે શરતબાબુની દેવદાસમાં સુધીર મિશ્રા ઇ સ્ટાઈલ નાટકીય વળાંક. 
ટ્વિસ્ટને જોવા તમારે ફિલ્મ જોવા જાવું પડશે. 

ફિલ્મના પ્લસ પોઈન્ટ 

સુધીર મિશ્રાએ પટકથા રસપ્રદ ઘડી છે. 
ફિલ્મ એડિટિંગ અને બેક ગ્રાઉંન્ડ સ્કોર ઓકે છે. 
ઉત્તર પ્રદેશના અમુક લોકેશનોને 
સિનેમેટ્રોગ્રાફરે સારી રીતે કચકડે કેદ કર્યા છે. 
રિચા અને અદિતિનો સહજ અભિનય તમને 
ગમશે. સૌરભ શુકલા, દિલિપ તાહિલ અને રાહુલ ભટ્ટે 
એમના કિરદારોને ન્યાય આપ્યો છે. 

ફિલ્મના માઇનસ પોઈન્ટ 

ફિલ્મની સ્ક્રીપ્ટ ઘડી પણ લેખન એટલું 
નબળું છે કે સ્ક્રીપ્ટ સાથે મેચ નથી થઈ રહ્યું. 
વળી પોલિટિકલ સટાયર અને દેવ , અવધેશની 
ભૂમિકાને દર્શકો સામે પહોચાડવામાં સુધીર મિશ્રાએ 
બહુ સમય વેડફી કાઢતા , લવ ટ્રાયંગલ 
વાળા ભાગ ઉપર ફોકસ કરવામાં આવ્યું જે નથી. 
અહી પારો કે ચાંદની સાથેની દેવની લવ સ્ટોરી 
ક્યાક પાછળ છૂટી જાય છે. 
અહી અમુક નવા કિરદારો સાથે દર્શકો કનેકટ 
નથી થઈ શકયા. 


તમે સુધીર મિશ્રા અને રિચા ચડ્ઢાની ફિલ્મો પસંદ 
કરતાં હોવ તો એક વાર ફિલ્મ જોવા જઇ શકાય 





Comments