26 વર્ષ બાદ લંબુજી -ઠિંગુજી કેમેસ્ટ્રીનો ઈમોશનલ તડકો
ફિલ્મ દિગ્દર્શક : ઉમેશ શુક્લ
પટકથા લેખક : સૌમ્ય જોશી
કલાકારો : રિશી કપૂર , અમિતાભ બચ્ચન ,
જીમીત ત્રિવેદી
સંગીત : સલિમ સુલેમાન
રેટિંગ : 4.5/5
26 વર્ષ બાદ , શું થાય જયારે બે દિગ્ગજ કલાકારો વર્ષો બાદ સ્ક્રીન ઉપર એક સાથે દેખાય, બડુમ્બા થાય અરે બોસ "બડુમ્બા" એટ્લે અભિનયની ''સુપર એનર્જી '' બીજું શું. ''102 નોટ આઉટ'' દર્શકોને જોતાં જોતાં લાગશે કે ખરેખર બડે મિયાં છોટે મિયાં અભિનયમાં બધા ના જ બાપ છે. અમિતજીને જોઈ એવું લાગશે કે રવિ ચોપરાની ''બાગબાન'' ફિલ્મ જેમણે જોઈ હશે
એમને લાગશે કે " બાગબાન 'પૂરી થઈ અને જાણે આપણે સ્વ. રવિ ચોપરાનું હ્યુમર નવું વર્ઝન જોઈ રહ્યા છે. તફાવત બસ એટલો છે કે, બાબુલાલ વખારિયા (રિશી કપૂર )અને દત્તાત્રય વખારિયા ( અમિતાભ બચ્ચન ) હસતાં અને હસાવતા ગંભીર પીડા અને વ્યથાને સેન્ટીમેંટલ ઢબે હ્યુમર ના પંચ સાથે રજૂ કરી છે અને મસાલા જોનરના ચક્કરમાં ઘણી ફિલ્મો બને છે બોક્સ ઓફિસ કલેક્શન માટે. આ ફિલ્મ બોક્સ ઉપર કમાણી કરે કે નહીં કરે એ ખબર નહીં ,
પણ દર્શકોના દિલમાં સ્થાન બનાવી ને સંબધોના હૂફની સુવાસ આપી જશે. દર્શકો જયારે આ ફિલ્મ જોશે ત્યારે એવું લાગશે કે ''કહાની ઘર ઘર કી'' આ ફિલ્મ બચ્ચન અને રિશી કપૂરના ફેન્સ માટે તો છે જ એવા
દર્શકો માટે અને ખાસ કરીને આજની પેઢી માટે જેઓ પારિવારિક
મૂલ્યોથી અવગત નથી કે કદાચ લોસ એંજેલીસ કે
મેલબોર્ન,લંડનમાં બેઠા બેઠા ભૂલી ગયા છે.
પરિવારમાં બાપ અને દાદાને ઇગનોર
કરનાર યંગ પેઢીના ગાલ ઉપર
તમાચા સમાન આ ફિલ્મ છે.
ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર
ફિલ્મની પટકથા મુંબઈ વિલે પાર્લે (પૂર્વ) માં રહેતા 102 વર્ષના દત્તાત્રેય જગજીવન વખારિયા (અમિતાભ બચ્ચન )અને એમના અતિ ગંભીર અને ગભરુ એવા દીકરા 75 વર્ષના દીકરા બાબુલાલ દત્તાત્રેય વખારિયા (રિશી કપૂર )ની આસપાસ પટકથા ફરી રહી છે. અસલ ગુજ્જુ ઇ સ્ટાઈલના ફૂલોના બગીચાવાળા પીળા રંગના જૂના મકાન ''શાંતિ નિવાસ''માં બાપ -દીકરો એકલા રહે છે અને બાબુલાલનો એકનો એક દીકરો અમેરિકા સ્થિત વર્જિનિયામાં રહે છે અને માંડ 6 મહિને એક વાર બાપની ફોર્માલિટી માટે ખબર પૂછી લે છે. બાબુલાલને દીકરાના ઇગનોરન્સ સામે કોઈ ફરિયાદ નથી, બાબુલાલ પુત્ર મોહમાં બધુ જ ભૂલી જતાં હોય છે. બાબુલાલની પત્ની સ્વર્ગમાં છે. એક દિવસ વાંદરાની જેમ અરે એમ કહોકે નાના બાળકની જેમ ધમાલ અને ગેલમાં રહેતા દત્તાત્રેય ને એક દિવસ ખબર પડે છે કે ચીનમાં રહેતા ચીની નાગરિક ઓંગ ચુંગ તુંગ પાસે 118 વર્ષ સુધી જીવવાનો વર્લ્ડ રેકોર્ડ છે, બસ જીવનના રસ અને ઉર્જાથી ભરપૂર દત્તાત્રેય જગજીવન વખારિયા(અમિતાભ બચ્ચન ) ચીની નાગરિકના રેકોર્ડને તોડવાનું મન બનાવે છે અને રેકોર્ડ બનાવવાના ભોગ રૂપે બાપડા અને બિચારા 75 વર્ષના દીકરા બાબુલાલ(રિશી કપૂર )ને વૃદ્ધા શ્રમ મોકલવાનું નક્કી કરે છે અને બિચારો બાબુલાલ પિતાના નિર્ણયનો વિરોધ કરે છે અને દત્તાત્રેય જગજીવન વખારિયા(અમિતાભ બચ્ચન ) અને ધીરુ (જીમીત ત્રિવેદી) સાથે મળીને એક બાદ એક શરતો બાબુલાલ (રિશી કપૂર ) સામે મુક્તા જાય છે , જેને બિચારો બાબુલાલ પૂરી કરતો રહે છે. શું દત્તાત્રેય જગજીવન વખારિયા વર્લ્ડ રેકોર્ડ બનાવી શકશે? દત્તાત્રેય જગજીવન વખારિયા ની આટલી બધી શરતો પાછળનું રહસ્ય શું છે ? શું નીરસ બાબુલાલના જીવનમાં ફરીથી રસ આવશે કે નહીં ? એ જોવા માટે તમારે ફિલ્મ જોવા જાવું પડશે.
ફિલ્મના પ્લસ પોઈન્ટ
ફિલ્મના ઓરિજિનલ હીરો સોમ્ય જોશી અને ઉમેશ શુક્લને
કહી શકાય એમ છે, કારણકે ફિલ્મને ખૂબ હળવી શૈલીમાં
મસમોટા લાંબા બોરિંગ સંવાદો વિના નાના નાના રમૂજી સંવાદ
દ્વારા દર્શકો સામે પ્રસ્તુત કરી છે.
કોમડી ટાઈમિંગ પણ જળવાયુ છે.
ગંભીર અને સંવેદનશીલ ભાવના કે વ્યથાને
હ્યુમર દ્વારા ઉમેશ શુક્લ અને સૌમ્ય જોશી સમજાવી ગયા છે.
રિશી કપૂર અને બિગ બીએ સહજ અભિનય દ્વારા મન જીતી લીધું છે.
ચિંટુજી અને બિગ બીએ અમુક ગુજરાતી શબ્દોના સહજ ઉચ્ચારણ કર્યા છે
જે બિલકુલ તમને સાંભળવા ગમશે, તમને જરાયે કૂત્રિમ નહીં લાગે.
નાટક ઉપરથી ફિલ્મ સ્ક્રીપ્ટનું સુંદર સર્જન શુક્લ અને જોશીની જોડીએ કર્યું છે. ફિલ્મમાં ચિંટુજીએ મજબૂરી અને વ્યથાના ઉંબરે ઉભેલ દીકરાની ભૂમિકામાં જીવ રેડ્યો છે અને સામે છેડે વિપરીત એવા ઉર્જાથી તરબોળ વયોવૃદ્ધ બાપની ભૂમિકામાં અમિતાભે મજબૂત અભિનય આપ્યો છે. હિન્દીમાં કહેવત છે કે '' મૂલ સે સુત પ્યારા હોતા હે''પરંતુ અહી ઉમેશ શુક્લ અને સૌમ્ય જોશીએ ઉલ્ટી ગંગા વહાવી છે એટ્લે ભ્ર્રાંતિને તોડતા
બિગ બી એના વૃદ્ધ દીકરાના હક માટે પૌત્ર સામે આંદોલનના મૂડમાં હોય એવું લાગશે. દક્ષિણ મુંબઈના લોકેશનોને ખૂબ જ સુંદર રીતે સિનેમેટ્રોગ્રાફરે કચકડે ઝીલી લીધા છે. જાણે આપણે જૂના મુંબઈની સ્મૃતિઓમાં ખોવાઈ ગયા છે એવું એક ક્ષણ માટે લાગશે.
હતાશ દીકરો અને ઝીદાદિલ બાપ બંનેની કેમેસ્ટ્રી પસંદ પડે એવી છે.
-દેશમાં કેટલાય એવા ઘર છે જ્યાં, વૃદ્ધ માં -બાપની કમાણી ઉપર વિદેશી સપનાઑના મહેલ ઊભા કરવામાં આવ્યા છે ,
આવા કેટલાય ગુમનામીમાં જીવતા બાબુલાલની વ્યથા ફિલ્મના માધ્યમથી પ્રસ્તુત થઈ છે. ફિલ્મમાં ક્યાક મસમોટા યુવા હીરો કે હિરોઈન નથી છતાં મનોરંજનના સુપર ડોઝ સમી આ ફિલ્મ છે.
ફિલ્મના માઇનસ પોઈન્ટ
ફિલ્મના અમુક દ્રશ્યો જોઈ તમે તર્ક લગાડવા જશો તો તમને નહીં સમજાય. ''બડુમ્બા '' સોંગ હિટ ટ્રેક છે પણ ફિલ્મમાં ક્યાક પણ જોવા મળ્યું નહીં.
આ ગીત મૂકવાની જરૂર હતી પણ કેમ દેખાયું નહીં એ પણ પ્રશ્ન છે.
જીમીત ત્રિવેદીનો અભિનય અસહજ અને કૃત્રિમ લાગ્યો હતો, ઓવર એક્ટિંગ જેવુ ફિલ થઈ રહ્યું હતું. ધીરુના ની ભૂમિકામાં બહુ જામ્યા નહીં .
ફિલ્મ દાદા -દાદી અને માતા -પિતા સાથે જરૂર જોવા
જાઓ આવનારી પેઢીને ને માટે સબક છે કે ભાગદોડ ભર્યા આ માહોલમાં જિંદગીમાં આપણને આપણાં પગ ઉપર ઊભા રાખતા
વૃદ્ધો ને હાસિયા માં ધકેલી દેતા તકસાધુ યુવાઓ એમના જ મહેલ
ઊભા કરવાની દુનિયામાં વ્યસ્ત છે.
આશરે 26-28 કરોડના બજેટમાં બનેલ ફિલ્મ ગુજરાતી ઓડિયન્સ
અને વિદેશમાં વસતા ભારતીય ઓડિયન્સને અપીલ કરશે એટ્લે
પ્રથમ સપ્તાહમાં સારા ઓપનિંગની આશા સેવાઇ રહી છે.


Comments
Post a Comment