ફિલ્મ રિવ્યુ : રાઝી
સિક્રેટ એજન્ટ સહેમત
ઓડિયન્સને રાજી કરવામાં સફળ
ફિલ્મ દિગ્દર્શક: મેઘના ગુલઝાર
નિર્માતા : અપૂર્વ મહેતા, કરણ જોહર
નિર્માણ : ધર્મા પ્રોડકશન
ફિલ્મ કલાકારો : આલિયા ભટ્ટ , વિક્કી કૌશલ, રજીત કપૂર, જયદીપ અહલાવત,
અમૃતા ખાનવિલકર, સોની રાઝદાન
રેટિંગ 4 / 5
ગીતકાર અને પટકથા કાર, સંવાદ લેખક અને ફિલ્મ દિગ્દર્શક ગુલઝાર સાહેબની દીકરી મેઘના પણ સફળ ફિલ્મ દિગ્દર્શક બનવાના પ્રયત્ન તો કરી છે, અગાઉ મેઘનાએ ''ફિલહાલ'' અને ''તલવાર'' જેવી ફિલ્મો બનાવી છે. આરૂષિ તલવાર મર્ડર મિસ્ટ્રી આધારિત ફિલ્મ ''તલવાર''ને સમીક્ષકોએ વખાણી હતી. હરિન્દર સિક્કાની નોવેલ 'કોલિંગ સહેમત'' ને ફિલ્મ માધ્યમ રૂપે અપૂર્વ મહેતા અને કરણ જોહર ને મેઘના ગુલઝાર લઈ આવ્યા છે,હવે એક નજર ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર.
ફિલ્મનો સ્ટોરી પ્લોટ
ફિલ્મની પટકથા 70ના દાયકાના કશ્મીરની છે,
જયારે સોશ્યલ મીડિયા કે 4 જી ટેકનૉલોજિનું
અસ્તિત્વ પણ નહોતું. પૂર્વ પાકિસ્તાન(બાંગલાદેશ)માં
બળવાના દાવાનળ સળગી રહ્યા હતા. સહેમત
ખાનની આસપાસ ફરે છે, કશ્મીરના
શ્રીનગરની નાજુક,નમણી અને
સોહામણી સહેમત દિલ્હીમાં
અભ્યાસ કરે છે અને દિલ્હીના
કોલેજ કેમ્પસ લાઈફમાં નોર્મલ
જિંદગી જીવી રહી છે. આ તરફ
સહેમત ખાનના પિતા શ્રીનગરમાં
રહે છે. હિદાયત ખાન (રજીત કપૂર )
ગુપ્ત માહિતીઓ હિંદુસ્તાનની
સુરક્ષા એજન્સીને સતેજ
રહી પહોચાડવાનું કામ કરે છે.
હિદાયત ખાન થોડા જ દિવસના મહેમાન છે કારણકે એમને ફેફસામાં ગાંઠનું નિદાન થાય છે. ભારતીય જાસૂસી
સંસ્થાના ટ્રેનિંગ હેડ ખાલીદ મિર (જયદીપ અહલાવત ) હિદાયત ખાનના ખાસ દોસ્ત છે. હિદાયત પાસે ઓછો સમય છે અને હિંદુસ્તાનની સુરક્ષા માટે હિદાયત બાંધછોડ કરવા માંગતો નથી અને ટ્રેનિંગ હેડ ખાલીદ મિર અને હિદાયત બંને મળીને સહેમત ની કુરબાની આપવાનું નક્કી કરે છે, એટ્લે સહેમતને દિલ્હીથી શ્રીનગર બોલાવે છે અને સહેમતને જાસૂસી મિશન સંભાળવા આહવાન આપે છે. સહેમત મૃત્યુ તરફ આગળ વધતાં પિતાને હિંદુસ્તાનની સુરક્ષા માટે જીવ પણ હોમી દેવાનું વચન આપે છે અને સહેમતની ટ્રેનિંગ શરૂ થાય છે ત્યાર બાદ વ્યુહ નીતિ હેઠળ સહેમત પાકિસ્તાની આર્મી ઓફિસરના દીકરા અને પાકિસ્તાની લશ્કરી અધિકારી ઈકબાલ સૈયદ (વિકી કૌશલ ) સાથે નિકાહ કરી શ્રીનગરથી રાવલપિંડી નીકળે છે. સહેમત નવી વહુરાની બની સહુનું દિલ જીતી લે છે પણ ઘરનો હિંદુસ્તાની નોકર જે વર્ષોથી ઘરમાં સેવા બજાવે છે એને સહેમત ઉપર શંકા રહે છે. સહેમત પાકિસ્તાની સૈન્યની અનેક ગતિવિધિઓ ભારતીય ગુપ્તચર વિભાગને પહોચાડે છે. ત્યાર બાદ અનેક નાટકીય ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે 1971ના થયેલ યુદ્ધ અંગે પણ અનેક ખુલાસા આ ફિલ્મમાં જોવા મળશે. એક તરફ સહેમત ખાન પાકિસ્તાની લશ્કરી અધિકારી ઇકબાલ સૈયદની બેગમ છે તો બીજી તરફ હિંદુસ્તાની દીકરી. ભારતીય જાસૂસી એજન્ટ સહેમત ખાન નું રહસ્ય પાકિસ્તાની સૈન્ય સમક્ષ ખુલશે? શું અબ્દુલની હત્યાનો ભેદ ખુલશે? શું સહેમત જોખમ ભરેલા અને જીવલેણ મિશનને પૂરું કરી હેમખેમ ભારત પરત ફરશે ખરી ?
આ તમામ સવાલોના જવાબ મેળવવા તમારે ફિલ્મ જોવા જવું પડશે.
ફિલ્મના પ્લસ પોઈન્ટ
ફિલ્મના સ્ક્રિપ્ટીંગ ઉપર ઘણી મહેનત કરવામાં આવી છે
એ જોતાં જ ખયાલ આવી જશે. મજબૂત ક્થાકન છે એટ્લે
પકડ પ્લોટ રહી છે. નોવેલને ફિલ્મ સ્ક્રીપ્ટ માં સુંદર
ઢબે ઉતારવામાં આવી છે. 1970 ના દાયકાના
કશ્મીરી ઘાટીના લોકજીવનને
દર્શાવવા મેઘના ગુલઝારે સારું એવું રિસર્ચ કર્યું છે ,
એ ફિલ્મ જોતાં જ ખબર પડશે.
જાસૂસી કોડના ઉપયોગને પણ સિમ્પલ ઢબે દર્શાવ્યા છે
એટ્લે સામાન્ય દર્શકો સરળતાથી સમજી શકે એમ છે
વળી આલિયાનો મજબૂત અભિનય તમને જોવો ગમશે.
ઈંટરવલ બાદ નાનકડી ભૂમિકા અમૃતા ખાનવિલકર
પણ છવાઈ ગઈ. મરાઠી મૂલગી અમૃતાના ઉર્દુ-હિન્દી
મિશ્રિત સંવાદો સાંભળવા ગમ્યા હતા.
બરોડિયન બોય ને અમેરિકવાસી
પાટીદાર બાપુ જય પટેલની
સિનેમેટ્રોગ્રાફી અને ફોટોગ્રાફી લાજવાબ રહી છે.
ફિલ્મ 48 દિવસમાં પૂર્ણ થઈ છે પણ
ફિલ્મમાં કચાશ બહુ ઓછી જોવા મળી છે અને
બળજબરી પૂર્વક ફિલ્મમાં
ગીતો ઘુસાડવામાં આવ્યા નથી.
જાસૂસી કારનામાં ને વાંચવા અને ફિલ્મી પરદે
નિહાળવા બંને અલગ અલગ અનુભવ છે.
ફિલ્મી પરદે અહી વધુ રોમાંચ મળી રહ્યો હતો
એ વતન ગીત ખૂબ જ પોપ્યુલર
ચાર્ટ લિસ્ટમાં સ્થાન પામ્યું છે.
ફિલ્મમાં ગુમનામી હેઠળ જીવતા અને ક્યાક ના સાભળ્યું હોય
એવા જાસુસોના કિસ્સા અને કારનામાં અને રિયલ હિરોની
ગાથા દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે,
દેશ ભક્તિ ફક્ત મુખેથી બોલવાની ચીજ નથી કે બરાડા પાડીને
દેખાડો કરવાની પણ સાહસ અને વીરતા થકી પણ દેશ ભક્ત બની શકાય છે,એ ફિલ્મનો સંદેશ છે.
ફિલ્મના માઇનસ પોઈન્ટ
અહી સહેમતના સસરાજી જેઓ કર્નલ છે તેઓ ઉર્દુ સંવાદ બરોબર બોલી શકયા નથી,એમનું મરાઠી લઢણ પકડાઈ જાય છે. મિર જ્યારે સહેમતને ટ્રેનિંગ આપે છે ત્યારે હિન્દી શબ્દોના ઉચ્ચારણ કરી રહ્યા છે એટ્લે સંવાદ લેખક થોડા ચૂકી ગયા છે એવું લાગશે. વળી હિન્દી કોમર્શિયલ ફીલ્મોના ઓડિયન્સને સસ્પેન્સ થ્રીલર ફિલ્મમાં પણ રોમેન્સનો તડકો
જોઈએ એટ્લે રોમેન્ટીક દ્રશ્યોનું ફિલમાંકન વધુ થયું નથી.
બોક્સ ઓફિસ
ફિલ્મનુ બજેટ આશરે 36 કરોડની આસપાસ છે અને ફિલ્મના ડિજિટલ વિતરણ હક અને સેટેલાઈટ હક અગાઉ વેચવામાં આવેલ હોવાથી ફિલ્મ પહેલાથી જ નફો રળી રહી છે. અપૂર્વ મહેતાએ વિકેન્ડ અને વેકેશનને જોઈ સ્માર્ટ બિઝનેસ મેનની જેમ ગોઠવણ કરી છે જેથી ફિલ્મને ઓવરઓલ કલેક્શન મળી શકે એમ છે.

Comments
Post a Comment