Skip to main content

મૂવી રિવ્યુ : પરમાણુ, રાષ્ટ્રવાદ નવા ફ્લેવરમાં પીરસાયુ


મૂવી રિવ્યુ : પરમાણુ, રાષ્ટ્રવાદ નવા ફ્લેવરમાં 

કલાકાર :જોન અબ્રાહમ , ડાયના પેન્ટી , બોમન ઈરાની ,અનુજા સાઠે 

ફિલ્મ દિગ્દર્શક : અભિષેક 

રેટિંગ  : 3.5/5 



જોહન અબ્રાહમની ફિલ્મ પરમાણુ : ધ સ્ટોરી ઓફ પોખરણ 
              કોર્ટ કેસને કારણે શરૂઆતથી જ વિવાદોમાં રહી છે અને નિર્માતા 
તરીકે જોન અબ્રાહમની  મુશ્કેલીઓ પણ વધી હતી. 
આજકાલ ફિલ્મો જેવી આવી રહી છે,દાખલા તરીકે ''બેબી ,
''બજરંગી ભાઈજાન'',''ટાઈગર 'અભી ઝીન્દા હે'',''એરલીફ્ટ'', 
''રાઝી''  કે, હવે પરમાણુ આજ કાલ  રાષ્ટ્રવાદને અને દેશ દાઝની 
ભાવનાને અલગ અલગ પેટર્ન , કલેવર અને નવા યુનિર્ફોર્મ 
દ્વારા સજ્જ  સ્ક્રીપ્ટના માધ્યમથી પીરસવામાં આવી રહ્યો છે 
અને દર્શકો રિસ્પોન્સ પણ આપી રહ્યા છે. યુદ્ધભૂમિ, સરહદો 
અને રાષ્ટ્રવાદને જેવા વિષયોવાળી ફિલ્મોનું ચલણ વધ્યું છે 
અને વૈવિધ્યવાળી ઓફબીટ સબ્જ્કેટ  સ્ક્રીપ્ટ પણ 
બૉલીવુડમાં આવી રહી છે અને દર્શકો સ્વીકારી રહ્યા છે. 

ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર  
આધુનિક હિંદુસ્તાનના  ઇતિહાસની સૌથી અગત્યની 
અને ગૌરવ અપાવનારી ઘટના એટલે પોખરણ 
પરીક્ષણ. આ ફિલ્મ વર્ષ 1998માં  અટલ બિહારી 
બાજપાઈ સરકારના શાસનકાળ દરમ્યાન 
થયેલ પોખરણ પરીક્ષણ આધારિત છે.
જ્યાં હિંદુસ્તાને ગુપ્ત રીતે ત્રણ 
પરમાણુ પરીક્ષણ કરાવ્યા હતા. 
પરમાણુ પરીક્ષણ CIA ની જાસૂસી સેટેલાઈટની 
નાક નીચેથી કરવામાં આવે છે અને ફિલ્મ દિગ્દર્શક
 અભિષેક શર્માએ અમુક કોમર્શિયલ તડકા 
પણ નાખ્યા છે કારણકે કોમર્શિયલ ઓડિયન્સ 
ભારીભરખમ વિષયમાં પણ મનોરંજન શોધતું હોય છે. 
ફિલ્મનો ઘટના ક્રમ વર્ષ 1995થી શરૂ થાય છે , જયારે ભુતપૂર્વ 
પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈના કાર્યાલયમાં ચીન દ્વારા કરવામાં 
આવેલ પરમાણુ પરીક્ષણની ચર્ચા થઈ રહી છે ,ત્યારે જ 
IAS ઓફિસર અશ્વત રૈના (જોન અબ્રાહમ)ની એન્ટ્રી થાય છે અને તે ભારતને 
ન્યુક્લિયર પાવર કન્ટ્રી બનવાની વાત કરતો હોય છે અને IAS ઓફિસર અશ્વત રૈનાની 
વાત પ્રધાન મંત્રી કાર્યાલય સુધી તો પહોચે છે પણ પરીક્ષણ સફળ નથી થતું અને અમેરિકા 
દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતા બાજી બગડી જાય છે. દુર્ભાગ્ય છે કે IAS ઓફિસર અશ્વત રૈનાના 
આઇડિયાને ચોરીને એનો જ મજાક બનાવવામાં આવે છે. ત્યાર બાદ IAS ઓફિસર અશ્વત રૈનાને 
સસ્પેન્ડ કરવામાં આવે છે. 

IAS ઓફિસર અશ્વત રૈનાના પરિવારમાં પિતા ભુતપૂર્વ આર્મી ઓફિસર અને 
ગૃહિણી માતા અને પત્ની ને એક દીકરો પ્રહલાદ પણ છે. થોડા સમય બાદ IAS ઓફિસર અશ્વત રૈનાનો 
પરિવાર મસુરી આવીને વસે છે. 

અહી નાટકીય વળાંક આવે છે 3 વર્ષ બાદ શાસન બદલાય છે, પ્રધાન મંત્રી અટલજીના સચિવ હિમાંશુ શુકલા (બમન ઈરાની )દ્વારા IAS ઓફિસર અશ્વત રૈનાને પાછો બોલાવવામાં આવે છે. IAS ઓફિસર અશ્વત રૈનાને પરમાણુ પરીક્ષણ ટિમ બનાવવામાં માટે ફરીથી આહ્વવાન આપવામાં આવે છે. IAS ઓફિસર અશ્વત રૈના BARC, DRDO, RAO અને ISRO , ARMYના ભેજાબાજ ખોપડીઓની ટીમને  ભેગા કરે છે અને મહાભારતમાં જેમ શ્રી કૃષ્ણા વ્યૂહનીતિ તૈયાર કરે છે એમ કુરુક ક્ષત્ર ભૂમિ નામે ''પોખરણ'' પરમાણુ ધડાકો કરવા માટે ટિમ સાથે સજ્જ થઈ , પોખરણના રણમાં લશ્કરી છાવણી વચ્ચે કાર્યવંત થઈ જાય છે અહી એને કૌરવ એટ્લે CIA ,અમેરિકન સેટેલાઈટ અને પાકિસ્તાની આઇ.એસ .આઈના એજન્ટ જે જાસૂસી વેશે પરીક્ષણને નિષ્ફળ બનવવા કમર કસતા હોય છે એની સાથે પણ બાથ ભીડવાની છે. અમેરિકાને કાનોકાન ખબર ના પડે એ રીતે કૃષ્ણાનું પરમાણુ પરીક્ષણ સફળ થશે? શું અમેરિકન અને પાકિસ્તાની એજન્ટને ચકમો આપી ને કૃષ્ણા જોશી IAS ઓફિસર અશ્વત રૈના ગુપ્ત પરમાણુ ધડાકા કરવામાં સફળ રહેશે? એ જોવા માટે તમારે ફિલ્મ જોવા જાવું પડશે. 

ફિલ્મના પ્લસ પોઈન્ટ 

ફિલ્મનુ દિગ્દર્શન અભિષેક દ્વારા મજબૂત કરવામાં આવ્યું છે. 
સિનેમેટ્રોગ્રાફી અને એડિટિંગ ઓકે છે. બેક ગ્રાઉંન્ડ સ્કોર પણ ઓકે છે. 
વિષય વસ્તુ મુખ્ય મજબૂત પાસું છે, ફિલ્મનો કોન્સેપ્ટ ક્લિયર છે 
જેમકે વિષમ પરિસ્થિતિ હોવા છતાં હિંદુસ્તાન ન્યુક્લિયર પાવર રૂપે 
પાડોશી દેશ અને દુનિયા સામે આવે છે અને શક્તિ પ્રદર્શન પણ થાય છે. 
ફિલ્મમાં જોન અબ્રાહમનો અભિનય ઠીક ઠાક છે અને ડાયનાને ભાગે વધુ 
કામ આવ્યું નથી. બોમન ઈરાની નાનકડી ભૂમિકા જામી ગયા છે. 
અનુજા મૂળ તો ટેલિવિઝનની અભિનેત્રી છે પણ અભિનય લાજવાબ 
કર્યો છે એટ્લે ગૃહિણીની ભૂમિકામાં જામી છે. 

ફિલ્મના માઇનસ પોઈન્ટ 

ઈંટરવલ બાદ અમુક સીન રેટ્રો યુગની 
જાસૂસી વાળી ફિલ્મોની યાદ અપાવશે 
એવા નબળા લખાયા છે, જેમકે 
આટલા મોટા પરમાણુ પરીક્ષણની જવાબદારી 
લેનાર આઈ.એ.એસ ઓફિસર લોકલ સ્પાઇ 
એજન્ટ એની જાસૂસી કરે છે એ બાબતે લાપરવાહ છે 
એટ્લે એને ખબર જ નથી. ઉંદર અને બિલાડીની 
ગેમ બતાવવામાં આવી છે એ પાર્ટ પ્રિડિક્ટેબલ અને 
બોરિંગ બન્યો છે. અમેરિકન અને પાકિસ્તાની 
એજન્ટના પોખરણમાં અડ્ડા છે અને રો એજન્ટ બેધ્યાન છે 
એ વાત ગળે ઊતરતી નથી. સ્ક્રીપ્ટની નબળાઈ બહાર આવે છે. 

જોન અબ્રાહમ સેકન્ડ હાફમાં જામ્યો છે પણ લાંબા સંવાદ બોલતા 
ચહેરા ઉપર હાવભાવ આવતા નથી ફ્લેટ જ છે 
અને ડાયના સિક્યોરિટી એજન્ટ  ઓછી ને બ્યુટી બ્રાન્ડ કે 
કોસ્મેટિક બ્રાન્ડની મોડેલ સમી લાગે છે. ડાયનાનો લુક 
અનરીયલીસ્ટિક અને કોમેડી લાગે છે. 

મારી મચડીને દેશ ભક્તિના બળજબરી પૂર્વક જાણે સંવાદ 
નાખવામાં આવ્યા હોય એવું લાગશે. 

ફિલ્મનુ એકઝીક્યુશન નબળા સ્તરનું એટ્લે ખરાબ છે,
અહી ફિલ્મ માર ખાઈ જાય છે. 

ફિલ્મનુ બજેટ 48 કરોડ જેવુ છે ને 36 કરોડ પ્રોડકશન કોસ્ટને 
12 કરોડ જેવા માર્કેટિંગ અને બ્રેંડિંગ પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે. 
1800 જેટલી સ્ક્રીનમાં ફિલ્મને રજૂ કરવાનો અંદાજ છે.

Comments

Popular posts from this blog

રિવ્યુ ''નાનું કી જાનું''

 રિવ્યુ  :  ''નાનું કી જાનું'' નાનું કી જાનું થી બિલકુલ ડર લાગતો નથી  પણ નાનું બહુ બોર કરે છે.  ફરાઝ હૈદરની ફિલ્મમાં નથી હોરર નથી હ્યુમર  દિગ્દર્શક: ફરાઝ હૈદર  સ્ટાર કાસ્ટ :  અભય દેઓલ, પત્રેલેખા પૉલ, રાજેશ શર્મા , મનું ઋષિ  રેટિંગ: 2 / 5  દિગ્દર્શક ફરાઝ હૈદરે ''વોર છોડ ના યાર'' ફિલ્મ વર્ષ 2013માં બનાવી હતી, જેને મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો, ત્યાર બાદ હવે અભય દેઓલ સાથે હોરર કોમેડી ''નાનું કી જાનું'' લઈને આવ્યા છે. ફિલ્મમાં અભિનેત્રી પત્રલેખા પૉલે ચૂડેલની ભૂમિકા ભજવી છે.  ફિલ્મનો સ્ટોરી પ્લોટ  ફિલ્મનો સ્ટોરી પ્લોટ દિલ્હીવાસી નાનું (અભય દેઓલ)થી શરૂ થાય છે. નાનુંનું કામ છે ગેર કાયદેસર કબજો જમાવી બેઠેલા ભાડુંઆત પાસેથી મકાન ખાલી કરાવવું અને નાનું પોતે પણ લોકોને ડરાવી અને ધમકાવીને ગેરકાયદેસર લોકોના મકાન પડાવતો હોય છે. નાનુંના આ બિઝનેસમાં એની ટોળકીના દોસ્ત પણ શામેલ હોય છે , નાટ્યાત્મક વળાંક ત્યારે આવે છે જયારે નાનું રોડ ઉપર કાર લઈને જતો હોય છે ત્યારે એક અકસ્માત થાય છે અને સ્કૂટર ઉપર નીકળેલ ...

ફિલ્મ રિવ્યુ : કાલાકાંડી : રંગૂન બાદ સૈફની કાલાકાંડી જોવી ગમશે.

  સૈફની કાલાકાંડી કેવી  છે ?????                                                             કલાકારો  :  સૈફ અલી ખાન, વિજય રાઝ, શોભિતા ધૂલિપાલા, કુનાલ રોય કપૂર દિપક ડોબરિયાલ                ફિલ્મ મેકર  : અક્ષત વર્મા  ફક્ત પુખ્ત વયના 18 દર્શકો માટે છે.  જોનર : ડાર્ક (બ્લેક) કોમેડી  રેટિંગ : 3/5  વર્ષ 2011માં ફિલ્મ ''દિલ્લી બેલી'' જેવી વિવાદાસ્પદ ફિલ્મની પટકથા લખનાર અક્ષત વર્મા હવે પટકથા લેખન છોડી દિગ્દર્શનની કમાન સંભાળી છે. પત્રકાર અને પટકથા લેખક અક્ષત વર્માની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ ''કાલા કાંડી'' ગયે વર્ષે જ રીલીઝ થવાની હતી પણ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડની 75 કાતર બાદ ફરીથી ફિલ્મ આજે રૂપેરી પરદે રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મ ''કાલાકાંડી'' બ્લેક કોમેડી ફિલ્મ છે. એક જ રાતમાં  મુંબઈમાં સેક્સ, ફાઇટ એટ્લે ઢીશુંમ ઢીશુંમ અન...

ફિલ્મ રિવ્યુ : મિશન ''પેડ'' જોવું ગમશે

                                        સેન્સિટિવ + પ્રોગ્રેસિવ મેન  = ''પેડમેન''    રેટિંગ  : 3.5/5                        ફિલ્મ દિગ્દર્શક : આર.બાલ્કી               ફિલ્મ નિર્માતા : ટ્વિંકલ ખન્ના , ગૌરી શિંદે    સંગીત કાર : અમિત ત્રિવેદી  ગીતકાર : કૌસર મુનીર           કલાકારો : અક્ષય કુમાર, રાધિકા આપ્ટે,         સોનમ કપૂર   ફિલ્મ ''પેડમેન'' ના એક દ્ર્શ્યમાં રાધિકા આપ્ટે અને ખેલાડી અક્ષય કુમાર  તમિલનાડુના કોયુમતુર નજીક વર્ષ 1962 માં જન્મેલ અરુણાચલમમુરૂગ્નંથમે  દારુણ ગરીબી અને બાળવયે એક અકસ્માતમાં પિતાને પણ ગુમાવ્યા હતા.  ફીના અભાવે સ્કૂલમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા હતા. અરુણાચલમને જયારે પોતાના જ પરિવારની મહિલાઑના માસિક ધર્મ વિશે અને મ...