Skip to main content

Posts

Showing posts from May, 2018

મૂવી રિવ્યુ : પરમાણુ, રાષ્ટ્રવાદ નવા ફ્લેવરમાં પીરસાયુ

મૂવી રિવ્યુ : પરમાણુ, રાષ્ટ્રવાદ નવા ફ્લેવરમાં  કલાકાર :જોન અબ્રાહમ , ડાયના પેન્ટી , બોમન ઈરાની ,અનુજા સાઠે  ફિલ્મ દિગ્દર્શક : અભિષેક  રેટિંગ  : 3.5/5  જોહન અબ્રાહમની ફિલ્મ પરમાણુ : ધ સ્ટોરી ઓફ પોખરણ                કોર્ટ  કેસને કારણે શરૂઆતથી જ વિવાદોમાં રહી છે અને નિર્માતા  તરીકે જોન અબ્રાહમની   મુશ્કેલીઓ પણ વધી હતી.  આજકાલ ફિલ્મો જેવી આવી રહી છે, દાખલા તરીકે ''બેબી , ''બજરંગી ભાઈજાન'',''ટાઈગર 'અભી ઝીન્દા હે'',''એરલીફ્ટ'',  ''રાઝી''  કે, હવે પરમાણુ આજ કાલ  રાષ્ટ્રવાદને અને દેશ દાઝની  ભાવનાને અલગ અલગ પેટર્ન , કલેવર અને નવા યુનિર્ફોર્મ  દ્વારા સજ્જ  સ્ક્રીપ્ટના માધ્યમથી પીરસવામાં આવી રહ્યો છે  અને દર્શકો રિસ્પોન્સ પણ આપી રહ્યા છે. યુદ્ધભૂમિ, સરહદો  અને રાષ્ટ્રવાદને જેવા વિષયોવાળી ફિલ્મોનું ચલણ વધ્યું છે  અને વૈવિધ્યવાળી ઓફબીટ સબ્જ્કેટ  સ્ક્રીપ્ટ પણ  બૉલીવુડમાં આવી રહી છે અને દર્શકો સ્વીકારી રહ્યા છે....

ફિલ્મ રિવ્યુ : રાઝી જોઈને ક્રિટીક્સ થઈ ગયા રાજી રાજી

ફિલ્મ રિવ્યુ  :  રાઝી  સિક્રેટ એજન્ટ સહેમત   ઓડિયન્સને રાજી કરવામાં સફળ  ફિલ્મ દિગ્દર્શક: મેઘના ગુલઝાર   નિર્માતા : અપૂર્વ મહેતા, કરણ જોહર  નિર્માણ :  ધર્મા પ્રોડકશન  ફિલ્મ કલાકારો : આલિયા ભટ્ટ , વિક્કી કૌશલ, રજીત કપૂર, જયદીપ અહલાવત, અમૃતા ખાનવિલકર, સોની રાઝદાન  રેટિંગ 4 / 5  ગીતકાર અને પટકથા કાર, સંવાદ લેખક અને ફિલ્મ દિગ્દર્શક ગુલઝાર સાહેબની દીકરી  મેઘના પણ સફળ ફિલ્મ દિગ્દર્શક બનવાના પ્રયત્ન તો કરી છે, અગાઉ મેઘનાએ  ''ફિલહાલ'' અને ''તલવાર'' જેવી ફિલ્મો બનાવી છે. આરૂષિ તલવાર મર્ડર મિસ્ટ્રી  આધારિત ફિલ્મ ''તલવાર''ને સમીક્ષકોએ વખાણી હતી.  હરિન્દર સિક્કાની નોવેલ 'કોલિંગ સહેમત'' ને ફિલ્મ માધ્યમ  રૂપે અપૂર્વ મહેતા અને કરણ જોહર ને  મેઘના ગુલઝાર લઈ આવ્યા છે, હવે એક નજર ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર.                       ફિલ્મનો સ્ટોરી પ્લોટ  ફિલ્મની પટકથા 70ના દાયકાના કશ્મીરની છે, ...

ફિલ્મ રિવ્યુ : 102 નોટ આઉટ , બધાને જોવી ગમશે.

26 વર્ષ બાદ લંબુજી -ઠિંગુજી  કેમેસ્ટ્રીનો ઈમોશનલ  તડકો  ફિલ્મ દિગ્દર્શક : ઉમેશ શુક્લ  પટકથા લેખક : સૌમ્ય જોશી  કલાકારો : રિશી કપૂર , અમિતાભ બચ્ચન ,  જીમીત ત્રિવેદી  સંગીત : સલિમ સુલેમાન  રેટિંગ : 4.5/5  26 વર્ષ બાદ , શું થાય જયારે બે દિગ્ગજ કલાકારો વર્ષો બાદ સ્ક્રીન ઉપર એક સાથે દેખાય, બડુમ્બા થાય અરે બોસ "બડુમ્બા" એટ્લે અભિનયની ''સુપર એનર્જી '' બીજું શું. ''102 નોટ આઉટ'' દર્શકોને જોતાં જોતાં લાગશે કે ખરેખર બડે મિયાં છોટે મિયાં અભિનયમાં બધા ના જ બાપ છે. અમિતજીને જોઈ એવું લાગશે કે રવિ ચોપરાની ''બાગબાન'' ફિલ્મ જેમણે જોઈ હશે  એમને લાગશે કે " બાગબાન 'પૂરી થઈ અને જાણે આપણે સ્વ. રવિ ચોપરાનું હ્યુમર નવું વર્ઝન જોઈ રહ્યા છે. તફાવત બસ એટલો છે કે,  બાબુલાલ વખારિયા (રિશી કપૂર )અને દત્તાત્રય વખારિયા ( અમિતાભ બચ્ચન ) હસતાં અને   હસાવતા  ગંભીર પીડા અને વ્યથાને સેન્ટીમેંટલ ઢબે હ્યુમર ના પંચ સાથે રજૂ કરી છે અને મસાલા જોનરના ચક્કરમાં ઘણી ફિલ્મો બને છે બોક્સ ઓફિસ કલેક્શન માટે. આ ફિલ્મ બોક્સ ઉપર ...